સ્વિસ બેંકમાં ભારતીયની રકમમાં વધારો : સ્વામીએ મોદી સરકારને આડે હાથ લીધી

0
41

ન્યુ દિલ્હી,તા.૨૯
ભ્રષ્ટાચાર અને કાળાનાણાં પર લગામ કસવાનો દાવો કરનાર મોદી સરકાર માટે એક ઝાટકો લાગ્યો છે. સ્વિસ બેન્ક દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લાં એક વર્ષમાં જમા ભારતીયોની જમા રકમમાં અંદાજે ૫૦ ટકાનો વધારો થયો છે. આ આંકડા બાદ મોદી સરકાર વિપક્ષના નિશાના પર છે, તેની સાથે જ હવે તેના જ ઘરમાંથી પર પ્રહારો થયા છે.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તેને લઇ નાણાં મંત્રાલયમાં સચિવ હસમુખ અઢિયા પર સીધા પ્રહારો કર્યા છે. શુક્રવારની સવારે ટ્‌વીટ કરતાં તેમણે કહ્યુ કે નાણાં સચિવ અઢિયા માટે એક મોટી સફળતા, એક બાજુ આખી દુનિયાની સ્વિસ બેન્કમાં ડિપોઝીટ માત્ર ૩ ટકા વધી છે, તો ભારતીયોની ૫૦ ટકા વધી ગઇ છે. તેમણે લખ્યું કે અઢિયા તેનાથી પણ વધુ મેનેજ કરી શકતા હતા, જો રાજેશ્વર (ઇડી ઓફિસર) વચ્ચમાં આવ્યા ના હોત તો.
આપને જણાવી દઇએ કે આવું પહેલી વખત નથી બન્યું કે જ્યારે સ્વામીએ પોતાની જ સરકારને આડા હાથે લીધી હોય. આની પહેલાં પણ અરૂણ જેટલીના કેટલાંય નિર્ણય પર પ્રશ્નો ઉઠાવી ચૂકયા છે અને પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે પોતાને નાણાં મંત્રી બનાવાની વાત કરતાં રહ્યા છે.
સ્વિટ્‌ઝરલેન્ડની કેન્દ્રીય બેન્કના તાજા આંકડામાં આ વાત સામે આવી છે. તેમના મતે ભારતીયો દ્વારા Âસ્વસ બેન્ક ખાતામાં મૂકવામાં આવેલ નાણાં ૨૦૧૭માં ૫૦ ટકાથી વધુ વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા (૧.૦૧ અબજ ફ્રૈન્ક) થઇ ગયા. આની પહેલાં ત્રણ વર્ષ અહીંની બેન્કોમાં ભારતીયોના જમા નાણાંમાં સતત ઘટાડો આવ્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY