ઝડપી બોલર આરપી સિંહે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

0
15


મુંબઈ,તા.૫
વર્ષ ૨૦૦૭નાં ટી-૨૦ ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની વિજયમાં મહત્વની ભૂમિકા નિભાવનાર ઝડપી બોલર આરપી સિંહે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ૩૨ વર્ષનાં આ ઝડપી બોલરે ટ્વિટર પર એક ભાવુક પત્ર લખીને ક્રિકેટને ભારે હૈયે અલવિદા કહ્યું છે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ૧૩ વર્ષ પહેલા ૪ સપ્ટેમ્બર, ૨૦૦૫નાં પહેલીવાર તેણે ભારતીય ટીમની જર્સી પહેરી હતી.
આરપી સિંહનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયર ૬ વર્ષ જેટલું રહ્યું. આરપી સિંહે ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ ૮૨ મેચ રમી હતી અને ૧૦૦થી વધારે વિકેટ ઝડપી. તેણે ટ્વીટર પર ભાવુક પોસ્ટ કરતા લખ્યું કે, ’૧૩ વર્ષ પહેલા આજનાં દિવસે એટલે કે ૪ સપ્ટેમ્બર ૨૦૦૫માં મે પ્રથમવાર ભારતીય જર્સી પહેરી હતી.’ આરપી સિંહે પોતાના સંદેશમાં પોતાની ફેમેલી, બીસીસીઆઈ અને રાજ્ય ક્રિકેટ સંઘને આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૭નાં વર્લ્ડ કપની ફાઇનલમાં તેણે પાકિસ્તાન સામે ૩ વિકેટ ઝડપી હતી.
આરપીએ લખ્યું કે, ‘મારી આત્મા અને દિલ આજે પણ એ યુવા ખેલાડી સાથે છે જેણે પાકિસ્તાનનાં ફૈઝલાબાદમાં કેરિયરની શરૂઆત કરી હતી. જે લેધર બાલને પોતાના હાથમાં રાખીને ફક્ત રમવા ઇચ્છતો હતો. જા કે હવે શરીર કહી રહ્યું છે કે ઉંમર થઈ ચુકી છે અને યુવા ખેલાડીઓ માટે જગ્યા ખાલી કરવાનો સમય થઈ ગયો છે.’ આરપી સિંહે ૧૪ ટેસ્ટ મેચ રમતા ૪૦ વિકેટ ઝડપી હતી. તેનું શાનદાર પ્રદર્શન ૫૯ રન આપીને ૫ વિકેટ(એક દાવમાં) રહ્યું. વનડેમાં તેણે ૫૮ મેચ રમી અને ૬૯ વિકેટ ઝડપી હતી. વનડેમાં તેનું બેસ્ટ પ્રદર્શન ૩૫ રન આપીને ૪ વિકેટ છે. તો આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં કુલ ૧૦ મેચ રમી જેમાં તેણે ૧૫ વિકેટ ઝડપી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY