યુવતીએ ઘરમાં ઘુસીને ગળા પર છરી મુકીને યુવકને નિર્વસ્ત્ર કર્યો
મોન્ટાના,તા.૨૯
સામાન્યપણે બંદૂક કે ચપ્પુની અણીએ પુરુષો દ્વારા મહિલાઓ પર બળાત્કારની ઘટના બનતી હોવાનું સંભળાય છે. પરંતુ અમેરિકાના મોન્ટાનામાં ઉલટી ગંગા જાવા મળી છે. અહીં એક પુરુષે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ પર ચપ્પુની અણીએ રેપ કર્યાનો આરોપ મુક્યો છે.
આ યુવતી તેની સાત વર્ષ સુધી ગર્લફ્રેન્ડ રહી હોવાનું કહેવાય છે. મોન્ટાનાના ગ્રેટ ફોલ્સમાં એક પુરુષે પોલીસે ફોન કર્યો હતો. તે તેના ઘરે આવ્યો તો તેની પૂર્વ ગર્લફ્રેન્ડ સામંથા રે મીઅર્સ (૧૯ વર્ષ) તેના બેડરૂમમાં એક ધારદાર શસ્ત્ર સાથે ઊભી હતી.
તે ઘરની બહાર હતો ત્યારે પૂર્વ ગર્લફ્રેન્ડ ગમે તે રીતે ઘરમાં ઘુસી ગઇ હતી તેમ તેનું કહેવું હતું. તે જ્યારે દરવાજા ખોલીને રૂમમાં આવ્યો કે તે મહિલાએ તેની પાસે આવી ચડી હતી અને ધારદાર ચપ્પુ તેના ગળા પર મુકી દીધું હતું. એ પછી તે યુવતીએ પોતાના પૂર્વ બોયફ્રેન્ડને સમગ્ર કપડા કાઢી નાંખવા કહ્યુ હતું. એ પછી સામંથાએ તેના પૂર્વ બોયફ્રેન્ડને તેની સાથે સેક્સ માણવા કહ્યુ હતું.
યુવતીએ સેક્સ માણ્યા બાદ તેની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું અને તેના બેડ પર જ મૂત્રવિસર્જન કરીને ભાગી ગઇ હતી. પોલીસે આ યુવતી સામે છ જેટલા આરોપો મુક્યા છે.
પુરુષે પોલીસને જણાવ્યું કે મીઅર્સ હાથમાં ધારદાર શસ્ત્ર લઇને મારા ઉપર ચડી ગઇ હતી અને સેક્સ શરૂ કર્યું હતું. મેં તેને ધકેલવાનો પ્રયાસ કર્યો તો તેણે મારા હાથ પર કરડી હતી અને સેક્સ પૂર્ણ કર્યું હતું. એ પછી તે મારી સાથે ઝઘડી હતી અને મારા ઘરની દીવાલ પર ચપ્પુથી પ્રહારો કર્યા હતા અને બેડ પર પેશાબ કરીને ભાગી ગઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



