અમરનાથમાં સુરતી શિવભક્તો 1 લાખ લોકોને વિનામૂલ્યે જમાડશે

0
13

દરિયાની સપાટીથી12800 ફૂટ ઊંચાઇ પર ભંડારો યોજાશે

અમરનાથના યાત્રીઓની સેવા માટે સુરતના ભક્તોએ સતત બારમાં વર્ષે શેષનાગ ઝીલ પાસે ભંડારો શરૂ કર્યો છે. સુરતનાં ભક્તોના ભંડારામાં દર વર્ષે એક લાખ લોકો લાભ લે છે. આ વર્ષે સૌથી વધારે 60 દિવસ યાત્રા કરાશે.

850 ભક્તો  સુરતથી પ્રસ્થાન કરશે

સુરતના કેટલાક અમરનાથ ભક્તોની સંસ્થા બાબા માર્કંન્ડેશ્વર સેવા મંડળ છેલ્લાં 12 વર્ષથી અમરનાથ યાત્રાના માર્ગ પર શેષનાગ ઝીલ પર યાત્રીઓ માટે ભંડારો કરે છે. આ અંગે સંસ્થાના ધ્રુવિલભાઈએ જણાવ્યું હતું કે  છેલ્લાં ઘણાં વર્ષો બાદ પહેલી વાર 60 દિવસ લાંબી યાત્રા આ વર્ષે ચાલશે. તેમાં સન 2016ની દ્રષ્ટિએ જોઈએ તો 10 દિવસ વધુ છે. ચંદનવાડી અને પહેલગામ એમ બે માર્ગ પરથી આ યાત્રા નીકળશે.

તેમાં શેષનાગ ઝીલ પાસે 12800 ફૂટની ઊંચાઈ પર સુરતના ભક્તો છેલ્લાં કેટલાક વર્ષોથી ચલાવે છે. તેમાં 20 ભક્તોની સેવાથી શરૂ કરેલા ભંડારામાં હવે વર્ષે એકલાખ લોકો લાભ લે છે. સોમવારે ભંડારાની જગ્યા શરૂ કરી દેવાઈ છે. ભંડારામાં જુદા જુદા રાજ્યના 150 ભક્તો સેવા આપે છે. સુરતમાં ગ્રુપના સુરેશ લિંબાસીયા કેટલાક મિત્રો સાથે હાલ ત્યાં ગયા છે.

ભક્તો પ્રસ્થાન કરશે

શિવસેવક ગ્રુપના 850 ભક્તો  સુરતથી પ્રસ્થાન કરશે. 60 જેટલાં તો સવારની 6 વાગ્યાની ફ્લાઈટમાં જવા નીકળ્યા છે. બીજા એક ગ્રુપના 120 જેટલાં ભક્તો  જવાના છે અને ત્યાર પછી 50 જેટલાં 2 જુલાઈએ રવાના થશે. જગદીશભાઈ મેર, શિવસેવક ગ્રુપ

સુરતના કેટલાક અમરનાથ ભક્તોની સંસ્થા બાબા માર્કંન્ડેશ્વર સેવા મંડળ છેલ્લાં 12 વર્ષથી અમરનાથ યાત્રાના માર્ગ પર શેષનાગ ઝીલ પર યાત્રીઓ માટે ભંડારો કરે છે. આ અંગે સંસ્થાના ધ્રુવિલભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે  ભક્તો માટે અમરનાથ યાત્રા ખુલ્લી મુકાશે. છેલ્લાં ઘણાં વર્ષો બાદ પહેલી વાર 60 દિવસ લાંબી યાત્રા આ વર્ષે ચાલશે. તેમાં સન 2016ની દ્રષ્ટિએ જોઈએ તો 10 દિવસ વધુ છે. ચંદનવાડી અને પહેલગામ એમ બે માર્ગ પરથી આ યાત્રા નીકળશે.

તેમાં શેષનાગ ઝીલ પાસે 12800 ફૂટની ઊંચાઈ પર સુરતના ભક્તો છેલ્લાં કેટલાક વર્ષોથી ચલાવે છે. તેમાં 20 ભક્તોની સેવાથી શરૂ કરેલા ભંડારામાં હવે વર્ષે એકલાખ લોકો લાભ લે છે. સોમવારે ભંડારાની જગ્યા શરૂ કરી દેવાઈ છે. ભંડારામાં જુદા જુદા રાજ્યના 150 ભક્તો સેવા આપે છે. સુરતમાં ગ્રુપના સુરેશ લિંબાસીયા કેટલાક મિત્રો સાથે હાલ ત્યાં ગયા છે.

ભંડારામાં મોકલેલા સામાનની વિગત

300 કિલો ચોખા

200 કિલો દાળ

300 કિલો ચણાનો લોટ

400 કિલો ખાંડ

1000 કિલો બટાકા

500 કિલો ઘઉંનો લોટ

300 કિલો બાજરીનો લોટ

1500 કિલો શાકભાજી

200 કિલો ડ્રાયફ્રૂટ

150 કિલો દૂધનો પાવડર

450 ગેસના બાટલા

1 પોપકોર્નનું મશીન

1 ચાનું મશીન

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY