ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નેત્રંગનો ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

0
152

નેત્રંગ:
‘આપણું ગુજરાત’ થીમ રાખી કોલેજના વિદ્યાર્થીઓને ગુજરાતની વિભિન્ન સંસ્કૃતિની જાગૃતિ આપવા પ્રયાસ કરાયો.

નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજનો ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાતનો ઈતિહાસ, વર્તમાન આર્થીકતા અને વિભિન્ન સાંસ્કૃતિક બાબતોને ધ્યાનમાં રાખી સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો.આમંત્રિત મહાનુભાવોએ તેમના વક્તવ્યમાં કોલેજના વિદ્યાર્થીઓને આજના આધુનિક યુગમાં અને ઝડપી સમયને ધ્યાનમાં રાખી ડગલેને પગલે સજાગતા જરૂરી છે તેવું માર્ગદર્શન આપ્યું હતું.વિદ્યાર્થીઓમાં આજે ગુજરાત વિશેની માહિતી અને ગુજરાતીસંસ્કૃતિ વિસરાતી જાય છે તેને જીવંત રાખવા માટે કોલેજના પ્રિન્સિપાલ જે.સી.ઠાકોર અને પ્રાધ્યાપકોએ મળીને આપણું ગુજરાત થીમ રાખી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજુ કરી સાંસ્કૃતિક અલગઅલગ કૃતિઓ રજૂ કરી હતી.વિનિયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ ઈનામ આપી હજુ વધારે ભણતરમાં આગળ વધવા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

કોલેજના ઈનામ વિતરણ કાર્યક્રમમા માંડલ કોલેજના આચાર્ય ડો.હર્ષદ પરમાર,અમેરિકા સ્થિત કવિ પ્રીતમ લખલાણી,આણંદ કોમર્સ કોલેજના આચાર્ય વિજયસિંહ વનાર અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY