સાયલા પોલીસે ઘરફોડીમાં ચોરી કરનાર જૂનો આરોપી પકડી પાડ્યો.

0
414

ચુડા તાલુકાના કંથારીયા ગામેં તા. 15.03.2018ની રાત્રીમાં આશરે 10 થી12 ઘરમાં થયેલ 30 તોલા સોનુ તથા લાખોની રોકડ રકમની ઘરફોડ ચોરીના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પો.સ.ઇ. આઈ.કે.શેખ, એસ.ઓ.જી. ના પો.ઇન્સ. ખુમાનસિંહ વાળા, પો.સ.ઇ.એસ.બી.સોલંકી, ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. આર.ડી. ગોહિલ, આર.જે. ગોહિલ તથા ચુનંદા સ્ટાફની અલગ અલગ ટીમને કામે લગાડવામાં આવેલ હતી.

આ ઘરફોડ ચોરી સમયે કંથારિયા ગામના લોકો દ્વારા એક આરોપી વનરાજભાઈ જાદવભાઈ રંગપરા કોળી ઉવ. 22 રહે. કસવાળી તા. સાયલા ને પકડી પાડવામાં આવેલ હતો. ત્યાર બાદ ચુડા પોલીસ દ્વારા આરોપી કાળા ખેંગારભાઈ દેવીપૂજક રહે. કસવાળી તા. સાયલા ને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલા આ બંને આરોપીઓની પૂછપરછમાં  આરોપી કાળું સુરાભાઈ દેવીપૂજક રહે. દેવળીયા તા. બાબરા જી. અમરેલી આ ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ લઇને નાસી ગાયેલની કબુલાત કરવામાં આવેલ હતી. સુરેન્દ્રનગર જિલ્લાની ઉપરોક્ત ટીમ દ્વારા અવાર નવાર આરોપી કાળું સુરાભાઇ દેવીપૂજક ની તપાસ કરવા છતાં, મળી આવતો ના હતો અને પોતાની ધરપકડ ટાળવા છેલ્લા ચાર માસથી નાસ્તો ફરતો હતો.

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી કાળું સૂરાભાઈ દેવીપૂજક ની માહિતી મેળવી, ધરપકડ કરવા અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ હસ્તગત કરવા માટે સુચનાઓ કરવામાં આવેલ.

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સુચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ચોટીલાના ઇન્ચાર્જ સીપીઆઈ ડી.એમ.ઢોલ તથા સાયલા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજાને પો.કો. અમરકુમાર ગઢવી મારફતે બાતમી મળેલ કે, ચુડા ઘરફોડ ચોરી ના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી કાળું સૂરાભાઇ દેવીપૂજક કસવાળી ગામે તેના સસરા ખેંગાર સંગ્રામ દેવીપૂજક ના ઘરે આવેલ છે, અને હાલે તે તથા તેના સસરા મો.સા.નં.GJ.13 Q.6609 વાળુ લઈને કસવાળી ગામેથી સાયલા ખાતે આવનાર છે.જે બાતમી આધારે સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા, એ.એસ.આઈ.વી.એમ.ડેર હે.કો. રાજભા ગોહીલ ,અમર કુમાર ગઢવી, ભીખાભાઈ પરમાર ,યોગેશભાઈ પટેલ સહિતના સ્ટાફની ટીમ દ્વારા સાયલા સર્કલ ખાતે વોચમા હતા તે દરમ્યાન  આરોપી કાળુભાઈ સુરાંભાઈ દેવીપૂજક ઉવ.28 રહે. દેવળીયા તા. બાબરા જી. અમરેલી વાળો તથા તેના સસરા ઉપરોકત નંબર વાળુ મો.સા લઈ નીકળતા  પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી કાળું સુરાભાઈ દેવીપૂજક પાસેથી વિછીયા વિસ્તારમાંથી ચોરી કરેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર કિંમત રૂ. 40,000/- તથા કંથારિયા ગામે થયેલ ચોરીના સોનાના દાગીના કિંમત રૂ. 1,58,500મળી, કુલ કિંમત રૂ.1,98,500/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આમ, પકડાયેલ આરોપી પાસેથી મળેલ મુદ્દામાલ માં ચુડા પોલીસ સ્ટેશન ની ઘરફોડ ઉપરાંત વિંછીયા પોલીસ સ્ટેશનના વાહન ચોરીનો ગુન્હો પણ શોધી કાઢવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી કાળું સુરાભાઈ દેવીપૂજક ભૂતકાળમાં અમરેલી, ભાવનગર, મહેસાણા, હિંમતનગર, આણંદ, પાટણ, સુરેન્દ્રનગર જીલ્લા ઉપરાંત રાજસ્થાન રાજ્યના ભિનમાલ ખાતે અસંખ્ય ચોરી ના ગુન્હાઓ માં પકડાયેલ આંતર રાજ્ય અને આંતર જિલ્લા ગુન્હેગાર છે. પકડાયેલ આરોપી ચુડા પોલીસ સ્ટેશન ખાતેના ઘરફોડ, રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતેના વાહનચોરી, ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતેના ઘરફોડ, પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતેના ઘરફોડ ચોરી મળી કુલ ઘરફોડ ચોરી/વાહનચોરીના કુલ 05 ગુન્હાઓ માં વોન્ટેડ નાસતો ફરતો આરોપી છે.

પકડાયેલા આરોપી કાળુભાઈ સૂરાભાઈ દેવીપૂજક ની સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી, બીજા કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ? ચુડા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીમાં ગુનહામાં ચોરી કરેલ બીજો મુદ્દામાલ ક્યાં છુપાવી રાખેલ છે કે વહેંચામાં આવેલ છે…? વિગેરે મુદ્દાઓ સબબ પૂછપરછ હાથ ધરી, આરોપીનો કબજો ચુડા પોલીસ સ્ટેશન તથા વિંછીયા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની પૂછપરછમાં વધુ ગુન્હાઓના ભેદ ખુલવાની શકયતા છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY