લોકસભા, ધારાસભાની ચૂંટણી સાથે કરાવવા કાયદા મંત્રાલયની મંજૂરી

0
14

કાયદા પંચના રિપોર્ટ બાદ સરકારે કાર્યવાહી તેજ કરી
ન્યુ દિલ્હી,તા.૩૦
લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી દેશમાં એકસાથે જ કરવાની વાત હવે આગળ વધે તેવું લાગે છે. કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીર બની છે. દેશમાં આ રીતે એકસાથે ચૂંટણી કરાવવાની કાયદા પંચે હા પાડી દીધી છે. કાયદા પંચનો રિપોર્ટ આવ્યા બાદ હવે સરકાર આ દિશામાં ઝડપથી આગળ વધશે.
આ દરમિયાન કાયદા મંત્રાલયે પર એક સાથે ચૂંટણી કરાવવા અંગે સંમતિ આપી દીધી છે. કેટલાક સમય પહેલાં નીતિ પંચ દ્વારા લોકસભા અને ધારાસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાનું સૂચન કર્યું હતું.
આ સૂચન સરકારના ટોચના લેવલે મંજૂર થયું હતું અને આ પ્રયોગ પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે, ઓછા ખર્ચે દેશમાં બધી ચૂંટણીઓ એક સાથે થાય તો અબજો રૂપિયાની બચત થાય.
કાયદા મંત્રલલયે આ બાબતે એપ્રિલમાં કાયદા પંચને મામલો સુપરત કરી દીધો હતો અને અભ્યાસ તથા વિચાર કરવા માટે સમય અપાયો હતો.
અલગ અલગ ચૂંટણી થવાથી સરકારી ધનની બરબાદી થાય છે અને સરકારી કામગીરી વારંવાર ખોરવાઈ જાય છે. વારંવાર આચારસંહિતાઓ લાગુ કરવા પડે છે પરિણામે સરકારી કામકાજ ઠપ્પ થઈ જતાં લોકોમાં નારાજી વધે છે અને અસંતોષ પેદા થાય છે.
આ ઉપરાંત વારંવાર ચૂંટણી કરવાથી સુરક્ષા દળોને ડયુટી પર લેવા પડે છે અને એમનું મુખ્ય કામ ખોરંભે પડે છે. જો કે, દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા મુદે રાજકીય પક્ષોમાં એકરાગ સાધવો મુશ્કેલ છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY