મહિલા દર્દીને સારવાર બાદ કુટુંબીજનો વાહન સુધી પહોંચવા બેડશીટ પર ઢસેડીને લઈ ગયા

0
49

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોસ્પિટલની કુવ્યવસ્થા સામે આવી
નાંદેડ,તા.૩૦
મહારાષ્ટના નાંદેડ જિલ્લાના કેશંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલની કુવ્યવસ્થાની ઘટના સામે આવી છે. અહીં એક દર્દીને બેટશીટથી ખેંચતા દરવાજા સુધી લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હોસ્પિટલ વહીવટીતંત્રએ મહિલા દર્દીની સારવાર બાદ ગેટ પર ઉભેલા વાહન સુધી પહોંચવા માટે સ્ટ્રેચર આપવાની મનાઈ કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે મહિલાના પગમાં પટ્ટી બાંધી છે અને કેટલાક લોકો તેને બેડશીટની મદદથી ખેંચીને દરવાજા તરફ લઈ જઈ રહ્યા છે.
આ ઘટના ગુરુવારની છે. જ્યારે દર્દીને તેના પરિવારજનો બેડશીટની મદદથી લઈ જઈ રહ્યા હતા તો ત્યાં હાજર કોઈએ આ વીડિયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY