દલાલ મારફતે લગ્ન થયા બાદ યુવતી રોકડ અને દાગીના લઇ ફરાર

0
11

સુરેન્દ્રનગર,તા.૩૦
વઢવાણના સતવારાપરા વિસ્તારમાં રહેતા શ્યામભાઈ મકવાણાના એક વર્ષ પહેલા દલાલ મારફતે ધરમપુરમાં લગ્ન થયા હતા. શ્યામભાઈએ ધરમપુર ગામમાં રહેતી પીનલબેન સાથે લગ્ન કર્યા હતા. ૧ લાખ ૨૦ હજાર રૂપિયા લઈને શ્યામભાઈએ યુવતી સાથે લગ્ન કર્યા હતા. જાકે લગ્નના થોડા સમય બાદ પીનલબેન બહાનું બતાવીને પોતાના પિયરમાં જતી રહી હતી.
જા કે, થોડા સમયગાળા બાદ શ્યામભાઈએ ફોન કર્યા પરંતુ પીનલબેન પરત આવ્યા ન હતા. ત્યારબાદ શ્યામભાઈએ પત્નીના પિયરમાં જઈને તપાસ કરી હતી. પરંતુ ત્યાં તેમને પત્ની મળી ન હતી. પત્નીને અન્ય જગ્યાએ રૂપિયા લઇ પરણાવી દીધી હોવાનું તેમને સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનય છે કે, આ મામલે શ્યામભાઈએ વઢવાણ પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ભરતભાઈ પરમાર અને વિજયભાઈ પરમારની ધરપકડ કરીને આગળની તપાસ હાથધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY