યુરોપિયન યુનિયનના નેતાઓમાં પ્રવાસીઓને લઈ નવી સમજૂતી મુદ્દે મતભેદ

0
12

લંડન,તા.૩૦
યુરોપિયન યુનિયનના નેતાઓમાં પ્રવાસીઓને લઈને નવી સમજૂતી મામલે મોટા મતભેદો દેખાઈ રહ્યા છે. સમજૂતી હેઠળ પ્રવાસીઓને રાખવા માટે સુરક્ષિત કેન્દ્ર સ્થાપિત કરવા મામલે સંમતિ સધાઈ છે.
પરંતુ ફ્રાંસનું કહેવું છે કે તેઓ આવું કોઈ કેન્દ્ર બનાવશે નહીં. કારણ કે તે યુરોપિયન યુનિયનનો એવો દેશ નથી કે જ્યાં પ્રવાસીઓ સૌથી પહેલા પહોંચે છે. આ પહેલા ઈટાલીનું કહેવું છે કે આવા કેન્દ્ર યુરોપિયન યુનિયનની અંદર કોઈપણ ઠેકાણે બનાવી શકાય છે.
યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કે ચેતવણી આપી છે કે આ સમજૂતીને લાગુ કરવામાં મુશ્કેલી આવશે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યુ છે કે આ આગળ વધવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પરંતુ મતભેદોને દૂર કરવા માટે વધુ કંઈક કરવાની પણ જરૂરત છે. યૂરોપમાં પ્રવાસી સંકટનું સમાધાન નીકળ્યું નથી. ત્યારે આ સમજૂતીને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે તેઓ પોતાની જ જમીન પર આ મુદ્દા પર રાજકીય વિરોધનો સામનો કરી રહ્યા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY