રાજકોટ,તા.૨૭
સામાન્ય રીતે નાની મોટી બાબતમાં લોકો આત્મહત્યાના રસ્તે જતા હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. શનિવારે સરકારી શિક્ષિકાએ રાજકોટમાં આવેલા આજીડેમમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. લોકોને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. શિક્ષિકાએ આત્મહત્યા કેમ કરી એ અંગે પોલીસ તપાસમાં જાણવા મળશે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં આવેલા આજીડેમમાં એક મહિલાએ પડતું મુકીને આત્મહત્યા કરી હતી. શનિવારે સવારના સમયમાં મહિલાએ આજીડેમમાં ઝંપલાવ્યું હતું.
સ્થાનિકોને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચીને મહિલાની લાશને બહાર કાઢી હતી.
પોલીસને પ્રાથમિક તપાસમાં જણાવ મળ્યું હતું કે, આત્મહત્યા કરનાર મહિલા સરકારી શિક્ષિકા છે. જેમનું નામ વાનીતાબેન સાડાતીયા છે. જાકે તેમમએ આત્મહત્યા કેમ કરી એ અંગે હજી સુધી કોઇ કારણ જાણવા મળ્યું નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




