સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી* દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, ભૂતકાળના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને ભૂતકાળના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે…._
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડીના ઇન્ચાર્જ સર્કલ પોલિસ ઈન્સ. પી.ડી. પરમાર તથા લીંબડી પો.સ.ઇ. જે. ડી.મહિડા તથા સ્ટાફના એ.એસ.આઈ. મહેશભાઈ બાર, કમાન્ડો મનીષભાઈ, નવઘણભાઇ, મહેશ ગઢવી, ડ્રાં. જગમાલભાઈ સહિતની ટીમ દ્વારા લીંબડી ટાઉનમાં નવા વાસમાં છાપો મારી, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને એટ્રોસિટીના ગુન્હામાં છેલ્લા દશ માસથી વોન્ટેડ નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે જયદીપ પ્રભુદાસ દેસાણી જાતે બાવાજી ઉવ. 27 રહે. 80 ફુટ રોડ, ગોકુળ નગર, સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે….
તા. 28.09.2017 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનની હદમાં લીંબડી ટાઉનમા નાના વાસ ખાતે રહેતા ફરિયાદી પ્રદીપભાઈ રમેશભાઈ ચાવડા (અનું.જાતિ)ને આરોપીઓએ જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલી, ગાળો આપી, લોખંડનાં પાઇપનો એક ઘા ફરીયાદીને મારી ફરીયાદીનાં ડાબા હાથની આંગળીએ ફ્રેકચર ઇજા કરી, ફરીયાદીને ગાળો આપી તેમજ અન્ય મહિલા આરોપીઓએ ફરીયાદીને પકડી રાખી, હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી, ગુન્હો કરેલ હતો. આ ગુન્હાની તપાસ કરતા લીંબડી ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ ગુન્હામાં આરોપીઓ (1) ચંપાબેન W/O જયંતિભાઇ ગણેશભાઇ પરમાર જાતે-અનુ.જાતિ ઉ.વ. 52 રહે. લીંબડી, નાનોવાસ, પાંજરાપોળ સામે, ભવાનીમાનો ચોક, (2) નયનાબેન W/O પ્રકાશભાઇ પ્રભુદાસ દેસાણી, તે D/O જયંતિભાઇ ગણેશભાઇ પરમાર જાતે-અનુ.જાતિ ઉ.વ. 20 રહે. સુરેન્દ્રનગર, 80 ફુટ રોડ અને કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોરને ધોરણસર અટક કરવામાં આવેલ હતા. આ આરોપીઓની પૂછપરછમાં આરોપી જયદીપ ઉર્ફે પ્રકાશ બાવાજીની સંડોવણી ખુલેલ હતી. જેની આજદિન સુધી તપાસ કરવા છતાં આરોપી મળી આવતો ના હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અવાર નવાર ચેક કરવામાં આવતા તથા તેના સંભવિત સ્થાનોમાં તપાસ કરવા છતાં, આરોપી મળી આવતો ના હતો અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. જે આજરોજ મળેલ બાતમીના આધારે લીંબડી ખાતેથી નાના વાસમાંથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી…._
પકડાયેલ આરોપી આરોપી પ્રકાશ ઉર્ફે જયદીપ પ્રભુદાસ દેસાણી જાતે બાવાજી ઉવ. 27 રહે. 80 ફુટ રોડ, ગોકુળ નગર, સુરેન્દ્રનગરની પૂછપરછ કરતાં, પોતે સહ આરોપી ચંપાબેન નો જમાઈ હોઈ, ફરિયાદીને પોતે અનું. જાતિ ની કન્યા સાથે લગ્ન કરેલા હોઈ એ ફરિયાદીને ગમતી વાત ના હોય, તે બાબતે પોતાની સાથે ઝઘડો કરેલ હોવાની કબૂલાત કરેલ છે…_
આમ, લીંબડી ડિવિઝન પોલીસ દ્વારા લીંબડી ટાઉનમા મારામારી એટ્રોસીતી નો ગુન્હો કરી અને ફરાર થઈ ગયેલા છેલ્લા 10 માસથી વોન્ટેડ આરોપીને પકડી પાડી, ધરપકડ કરેલ છે….
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






