કલા મહાકુંભ-૨૦૧૮માં ભાગ લેવા માંગતા તાપી જિલ્લાના કલાકારો જોગ

0
18

વ્યારા: તા. ૨:આગામી તા. ૧૬મી, જુલાઇથી સમગ્ર રાજયમાં કલા મહાકુંભ યોજાનાર છે. સમગ્ર રાજયની સાથો સાથ તાપી જિલ્લામાં પણ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવશે. કલા મહાકુંભ-૨૦૧૮માં ભાગ લેવા માંગતા તાપી જિલ્લાના કલાકારોને તા. ૧૫/૦૭/૨૦૧૮ સુધીમાં http//www,kalamahakumbhgujarat.com પર ઓનલાઇન/ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે જિલ્લા રમત ગમત અધિકારી તરફથી જણાવાયું છે.

ગત વર્ષે યોજાયેલા કલા મહાકુંભની સફળતા બાદ રાજયના કલાકારોને પ્રોત્સાહન મળી રહે એ માટે ૧૬ જુલાઇથી તબકકાવાર કલા મહાકુંભની સ્પર્ધાઓની શરૂઆત થશે. ૦૬ થી ૧૪ વર્ષ,  ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ  અને ૬૦ વર્ષથી ઉપર એમ વિવિધ વયજૂથમાં કલા મહાકુંભની સ્પર્ધાઓ યોજાશે.

કલા મહાકુંભની સ્પર્ધામાં કથ્થક, એકપાત્રીય અભિનય, ગરબા, સ્કૂલબેન્ડ, મૃદંગમ, સમૂહગીત, વાંસળી, તબલા, ભરતનાટયમ, ઓરગન, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, રાસ, લોકનૃત્યુ, હાર્મોનિયમ, પખવાજ, સિતાર, ગિટાર, વાયોલીન, ગીત , કૂચિપુડી, સમૂહલગ્નગીત/ ફટાણા, સરોદ, સારંગી, જોડીયાપાવા, રાવણહથ્થો, અને ભવાઇ સ્પર્ધા યોજવામાં આવશે.

કલા મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તા. ૧૬/૦૭/૨૦૧૮ થી તા. ૨૨/૦૭/૨૦૧૮ સુધીમાં યોજાશે. જયારે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા. ૧૭/૦૭/૨૦૧૮ થી તા. ૦૫/૦૮/૨૦૧૮ સુધીમાં યોજવામાં આવશે એમ રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા તરફથી જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY