(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર,તા.૧૦
ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. હવે આવતીકાલે આઇપીએલની ૪૩મી મેચ રમાનાર છે. જેમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગેથી કરવામાં આવનાર છે. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપરની મેચને લઇને હવે ઉત્સુકતા વધી ગઇ છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિંગ્સે હજુ સુધી ૧૦ મેચ રમી છે જે પૈકી સાતમાં જીત મેળવી છે અને ત્રણમાં તેની હાર થઇ છે. ચેન્નાઇ આવતીકાલે મેચ જીતી તેની સ્થિતીને વધારે મજબુત કરવા પ્રયાસ કરશે. છેલ્લી મેચમાં જીત મેળવીને મુંબઇએ ફરી એકવાર આશા જગાવી છે. આઇપીએલમાં દરેક મેચની સાથે પોઇન્ટ ટેબલમાં પણ સ્થિતી ઝડપથી બદલાઇ રહી છે. મંબઇની ટીમે છેલ્લી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને કચડીને આ મેચ જીતી લીધી હતી. મુંબઇએ પહેલા બેટિંગ કરતા ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૧૦ રન કર્યા હતા. જેની સામે કોલકત્તાની ટીમ ૧૦૮ રન કરી શકી હતી. પોઇન્ટ ટેબલમાં કોણ ક્યાં છે તે નીચે મુજબ છે.
ટીમ મેચ જીત હાર પોઈન્ટ રનરેટ
સનરાઈઝ હૈદરાબાદ ૧૦ ૮ ૨ ૧૬ ૦.૪૪૮
ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૦ ૭ ૩ ૧૪ ૦.૪૨૧
કિંગ્સ ઇલેવન પંજાબ ૧૦ ૬ ૪ ૧૨ ૦.૦૯૭
મુંબઇ ઇન્ડિયન્સ ૧૧ ૫ ૬ ૧૦ ૦.૫૨૯
કોલકાતા નાઇટ રાઇડર્સ ૧૧ ૫ ૬ ૧૦ -૦.૩૫૯
રાજસ્થાન રોયલ્સ ૧૦ ૪ ૬ ૮ -૦.૫૫૨
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૧૦ ૩ ૭ ૬ -૦.૩૬૧
દિલ્હી ડેરડેવિલ્સ ૧૦ ૩ ૭ ૬ -૦.૪૧૧
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




