ધોરણ ૧૨ના ઍકાઉન્ટેન્સીનું પેપર લીક થયાના આરોપોથી સીબીઍસઈઍ આજે ઇનકાર કરતાં કહ્યુ હતું પરીક્ષા કેન્દ્રમાં બધી જ સીલ યોગ્ય અવસ્થામાં હતી અને તેની સાથે કોઈ ગરબડી કરાઈ નથી. બોર્ડે આ સાથે જ કહ્યુ હતું આ ખોટા સમાચાર ફેલાવનારાઓ વિરૂદ્ઘ તે પોલીસ ફરીયાદ કરશે.
દિલ્હીના ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાઍ આજે સવારે ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેમને ધોરણ ૧૨ સીબીઍસઈનું ઍકાુન્ટેન્સીનું પેપર લીક થવાની ફરીયાદો મળી છે, સાથે જ તેમણે શિક્ષણ ખાતાના અધિકારીઓને આ અંગે તપાસ કરવા અને સીબીઍસઈમાં ફરીયાદ કરવા કહ્યુ હતું. સીસોદિયા જે શિક્ષણ મંત્રી પણ છે તેમણે વધુમાં કહ્યુ હતું આ અંગે ઝડપથી પગલાં લેવા જોઈઍ જેથી સીબીઍસઈની બેદરકારીના કારણે જે વિદ્યાર્થીઓઍ સખત મહેનત કરી છે તેમની સાથે અન્યાય ન થાય.
સીબીઍસઈના વરિષ્ઠ અધિકારીઍ જણાવ્યું હતું પ્રશ્ન પત્ર લીક થયું નથી. સ્થાનિક સ્તર પર અમુક તોફાની તત્વોઍ આ ખોટા સમાચાર વોટ્સઍપ અને સોશલ મીડિયા મારફતે ફેલાવ્યાં હતાં અને પરિક્ષાની પવિત્રતાને આઘાત પહોંચાડયો હતો. બોર્ડે નિર્ણય લીધો છે કે તે આવા કૃત્યો વિરૂદ્ઘ સખત પગલાં લેશે અને ઍક ઍફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. જો કે પોલીસ અધિકારીઓઍ કહ્યુ હતું કે તેમને હજુ સુધી આવી કોઈ ફરીયાદ મળી નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"