ગુજરાતમાં દારૂ સપ્લાય કરનારા ૧૫ વાઇનશોપ સંચાલકની ધરપકડ

0
114
વલસાડ એલસીબીનું ત્રણ મહિનાથી ચાલતું અભિયાન

ગુજરાતમાં આવતો દારૂ દમણ અને સંઘપ્રદેશના વાઇન શોપ ધારકો દ્વારા મોકલાતો હોય છે. આવા વાઇશોપ ધારકો વલસાડ જિલ્લા પોલીસના ચોપડે વોન્ટેડ હતા. જેમને પકડવા એલસીબીએ અભિયાન હાથ ધરી ૩ માસમાં ૧૫ વાઇનશોપ માલિકોની અટકાયત કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુજરાતમાં ઘુસાડાતો ગેરકાયદેસર દારુનો મોટાભાગનો જથ્થો વાઇનશોપ સંચાલકો કે માલિકો દ્વારા જ મોકલાતો હોય છે. વલસાડ જિલ્લામાં પકડાતા દારૂના જથ્થામાં અનેક વાઇનશોપ માલિકોના નામ ખૂલ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ પોલીસ ચોપડે વોન્ટેડ બોલાઇ રહ્યા હતા. તેમની ધરપકડ કરવા માટે વલસડા એલસીબી પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું છે. અને છેલ્લા ત્રણ મહિનામાં ૧૫ વાઇશોપ માલિકોની અટકાયત કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ વાઇશોપ માલિકો પકડાયા ૧ પ્રિયાંશ બારના માલિક નટુ મોહન હળપતિ (રહે. નાની વાંકડ, દમણ) ૨ પ્રિન્સ વાઇનશોપના માલિક રોહન રમણભાઇ પટેલ (રહે. ડાભેલ, દમણ) ૩ એસ્કોટ વાઇન શોપના માલિક પ્રેમિલાબેન ચંદુભાઇ ટંડેલ (રહે. મોટાગામ, દમણ) ૪ લવલી વાઇન શોપના માલિક હીરાભાઇ છીબાભાઇ ટંડેલ (રહે. મોટી દમણ) ૫ વાઇન એન્ડ મોર બારના સંચાલક દિપકસીંગ બ્રિજેશસીંગ રાજપુત (રહે. ચલા, વાપી) ૬ રાવલ બારના સંચાલક દિલીપસીંગ અમરસીંગ (રહે. ભીમપોર, દમણ) ૭ પટેલ ધાબાના સંચાલક બાબુરામ લક્ષ્મણ થાપા (રહે. ડાભેલ, દમણ) ૮ બી. કે. વાઇનશોપના સંચાલક ભુપત મોહનભાઇ કામળી પટેલ ૯ વાઇન શોપના સંચાલક મુકેશ ચીમનભાઇ કોળી પટેલ (રહે.બામણ પુજા) ૧૦ કેપિટલ વાઇન શોપ(સેલવાસ)ના સંચાલક પ્રેમાભાઇ બહાદલભાઇ રાકસ (રહે કચીગામ) ૧૧ રાજ એમ્પાયર બારના માલિક હેમરાજ મહેન્દ્રસિંહ સોલંકી (રહે. નરોલી, સેલવાસ) ૧૨ આર. કે. બારના માલિક પ્રવિણ ખુશાલભાઇ માહલા (રહે. સેલવાસ) ૧૩ ભગવતી હોટેલ બારનો સંચાલક શિલ્પેશ રાજુભાઇ ધો.પટેલ (રહે. પરિયા, પારડી) ૧૪ ઝટપટ બારનો સંચાલક બિમલદાસ રવિન્દ્રદાસ (રહે. સેલવાસ ) ૧૫ વિનસ વાઇન શોપનો સંચાલક મહમદ જાવેદ અલીમુદ્દીન અન્સારી (રહે. સેલવાસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY