ઉમરપાડાના ઉમરઝર ગામે ઘંટી બંધ હોવાથી મહિલા પરત ઘરે જતી હતી ત્યારે અચાનક ઘંટીવાળાએ હુમલો કર્યો
ઉમરપાડા તાલુકાના ઉમરઝર ગામે ૪૦ વર્ષની મહિલા અનાજ દળવાની ઘંટી પર દરણું લઇને ગઇ પણ ઘંટી બંધ હોય પરત ઘરે જતી હતી ત્યારે ઘંટીવાળા શખ્સે કંઇપણ કારણ વિના મહિલાના માથામાં કુહાડીનો ઘા કર્યો હતો. ઉમરઝર ગામે બાલુભાઇ મીરાભાઇ વસાવા પત્ની મંજુલાબેન (ઉ.વ. ૪૦) તથા બે પુત્રો સાથે રહે છે. તા. ૨૭મીએ મંજુલાબેન સાંજના સમયે ફળિયામાં મુળજીભાઇ રામસીંગભાઇ વસાવાના ઘરે અનાજ દળવાની ઘંટી પર દરણું દળાવવા માટે ગઇ હતી પરંતુ ઘંટી બંધ હોય મંજુલાબેન દરણું લઇ પરત ઘરે જતા હતા ત્યારે મુળજીભાઇએ ઉભી રહે તેમ કહેતા મંજુલાબેન ઉભા રહ્યાં હતાં. મુળજીભાઇ હાથમાં કુહાડી લઇને મંજુલાબેન પાસે જઇ કાંઇપણ કહ્યા વિના સીધા કુહાડીથી મંજુલાબેનના માથામાં જમણી બાજુ કાનની ઉપર કુહાડીનો ઘા કરી દીધો હતો. બીજો ઘા કરવા જતાં મંજુલાબેને કુહાડી પકડી લઇ બૂમ પાડી ઢળી પડયા હતા. તે સમયે ઘરમાંથી મુળજીભાઇના પુત્રએ દોડી આવી હાથમાંથી કુહાડી લઇ લીધી હતી. મંજુલાબેનના માથામાંથી લોહી નીકળતા સારવાર માટે ઉમરપાડા સરકારી દવાખાને લઇ ગયા હતા. સતત બે દિવસથી મંજુલાબેનને માથામાં દુ:ખાવો થઇ ઉલ્ટીઓ થતાં વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. બનાવ અંગે ઉમરપાડા પોલીસે મંજુલાબેનની ફરિયાદ લઇ મુળજીભાઇ વસાવા વિરૃદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





