– યુવાન પાસેથી પડીકી મળ્યા બાદ પોલીસે રખોલીના પાનના ગલ્લા પર છાપો મારી 2.800 કિ.ગ્રા. ગાંજો ઝડપ્યો
સેલવાસના રખોલી ગામે અકસ્માતમાં ઘાયલ થયેલા શખ્સને હોસ્પિટલમાં ખસેડાયા બાદ શખ્સના ખિસ્સામાંથી ગાંજાની ૧૬ પડીકી મળી આવી હતી. જેની તપાસમાં પોલીસે પાન ગલ્લાની દુકાન પર છાપો મારી ૨.૮૦૦ કિ.ગ્રા. ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, દુકાનદાર ભાગી ગયો હતો. સેલવાસના રખોલી ગામે બાઇક સ્લીપ થતાં રખોલી ગામ રહેતો રાકેશ કૈલાશસિંગને ગંભીર ઇજા થતાં વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન રાકેશે ગાંજાનો નશો કર્યો હોવાનું જણાયા બાદ તેના ખિસ્સામાંથી ગાંજાની ૧૬ પડીકી મળી આવતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે હોસ્પિટલમાં પહોંચી ૯૦ ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી પૂછપરછ કરતા ગાંજા વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે માહિતીના આધારે રખોલીમં આવેલી પાનની દુકાન પર છાપો માર્યો હતો. દુકાનમાંથી ૨.૮૦૦ કિ.ગ્રા. ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ દુકાનદાર મનકુ મંડલ ભાગી ગયો હતો. પોલીસે કુલ ૩.૭૦૦ કિ.ગ્રા. ગાંજો જપ્ત કરી ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





