વિજ્ઞાનીઓએ નવા ૧૦૦ ગ્રહ શોધ્યા, દૂરબીનની ડિઝાઈન બનાવવી સરળ બનશે

0
24

લોંસ એંજલ્સ,તા.૨૮
વિજ્ઞાનીઓએ આપણા સૌરમંડળની બહાર ૧૦૦થી વધુ મોટા ગ્રહને ઓળખી લીધા છે. આ નવા સંશોધનમાં જીવનને પ્રોત્સાહિત કરનાર ચંદ્રમા પણ સામેલ હોઈ શકે છે. આ શોધ ધ એસ્ટ્રોફિઝિકલ પત્રિકામાં પ્રકાશિત થઈ છે. આ શોધથી ભવિષ્યનાં દૂરબીનની ડિઝાઈનને નિર્ધારિત કરવામાં મદદ મળશે, જે આ સંભવિત ચંદ્રમાને શોધી શકશે અને જીવન જીવી શકાશે કે નહીં તે સંકેતો પણ મેળવી શકશે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રીવરસાઈડમાં સહાયક પ્રોફેસર સ્ટીફન કેનએ કહ્યુ કે, હમણાં સુધી ૧૭૫ ચંદ્રમાનો ખ્યાલ છે, જે આપણા સૌરમંડળના ૮ ગ્રહોની પરિક્રમા કરે છે. મોટાભાગના ચંદ્રમા શનિ અને ગુરુ ગ્રહની ફરતે ચક્કર લગાવે છે, જે જીવન માટે ઉપયોગી સૂર્યના આ ક્ષેત્રથી બહાર છે. પરંતુ અન્ય સૌરમંડળના મામલામાં એવું ન પણ હોય.’
શોધકર્તાઓને ૧૨૧ મોટા ગ્રહોની ઓળખ કરી લીધી છે, જે આપણા જીવનને પ્રોત્સાહિત કરનારા ગ્રહોની અંદર પરિક્રમા કરે છે. આ નવી શોધ કરનારા વૈજ્ઞાનિકોમાં ઓસ્ટ્રેલિયાના યુનિવર્સિટી ઓફ સધર્ન કીસલેન્ડના વિજ્ઞાનીઓ પણ સામેલ છે. આ શોધ ધ એસ્ટ્રોફિઝિકલ પત્રિકામાં પ્રકાશિત થઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY