માલીબા કૉલેજે સમયમાં ફેરફાર કરતા વિદ્યાર્થીઓનો પથ્થરમારો, પોલીસનો લાઠીચાર્જ

0
21
બારડોલી નજીકની ઉકા તરસાડીયા યુનિવર્સિટી
સુરતથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ રેલી કાઢી રજૂઆત કરવા પહોંચતા યુનિવર્સિટી ગેટ ઉપર જ પોલીસ સાથે ઘર્ષણ

૮-૩૦ થી ૩-૩૦ સુધીના સમયમાં એક કલાકનો વધારો કરી ૪-૩૦ કરી દેવાયો હતો : બાદમાં વિદ્યાર્થીઓની માંગણી મુજબ ૩-૪૫ સુધીનો સમય કરાયો

 બારડોલી નજીક તરસાડી ગામે માલીબા કેમ્પર્સમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીએ કોલેજનો સમય ફેરફાર કરી શનિ-રવિ રજા અને રોજ સાંજે એક કલાકનો સમય વધારતા વિદ્યાર્થીઓએ સ્વયંભૂ આંદોલન શરૃ કર્યું હતું. આજે વિદ્યાર્થીઓએ રોડ પર રેલી કાઢી રજૂઆત કરવા જતાં કેમ્પર્સના ગેટ પર પોલીસ સાથે ઘર્ષણ કરીને પથ્થરમારો કર્યો હતો. પોલીસે વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. ઉકા તરસાડીયા યુનિવર્સિટી દ્વારા વર્તમાન સત્રથી કોલેજના સમયમાં ફેરફાર કર્યો હતો. જેમાં દરરોજ સવારે ૮-૩૦ થી ૩-૩૦નો સમય હતો. જેમાં એક કલાકનો વધારો કરી ૩-૩૦ની જગ્યાએ ૪-૩૦ કર્યો હતો. અઠવાડિયામાં એક રવિવારની રજા તથા જાહેર રજાઓ હતી. જેમાં શનિ-રવિ બે દિવસની અને જાહેર રજાની રજા જાહેર કરી હતી. યુનિવર્સિટી દ્વારા નવા સમયપત્રક જાહેર કરતા સુરતથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ શરૃ કર્યો હતો. ગત અઠવાડિયામાં વિદ્યાર્થીઓએ સમય ૮-૩૦ થી ૩-૩૦ના રાખવા રજૂઆત કરી આંદોલન કરવાની ચિમકી આપી હતી. યુનિવર્સિટીના સંચાલકો સાથે બેઠકો કરી હતી પરંતુ વિદ્યાર્થીઓની અન્ય માગણી સહિતની રજૂઆત માન્ય ન રાખી હતી. દરમિયાન આજે સોમવારે સવારે સુરતથી આવેલી તમામ ખાનગી લકઝરી બસ આફવા ગામની સીમમાં ઉભી રહી ગઇ હતી. ત્યાંથી તમામ વિદ્યાર્થીઓ ચાલતા રેલી કાઢી તરસાડી ખાતે યુનિવર્સિટી પર પહોંચ્યા હતા. બીજી તરફ મહુવા પોલીસને જાણ થતાં પોલીસ બંદોબસ્ત મુકી દીધો હતો પરંતુ વિદ્યાર્થીઓએ નારાબાજી શરૃ કરતા જિલ્લાભરની પોલીસ માલીબા કેમ્પર્સ પર ખડકી દીધી હતી. જો કે, વિદ્યાર્થીઓએ પોલીસ સાથે ઘર્ષણ કરી પથ્થરમારો કરતા પોલીસે પણ કેમ્પર્સનો દરવાજો ખોલી બળપ્રયોગ કરી લાઠીચાર્જ કરી વિદ્યાર્થીઓને વિખેરી નાંખ્યા હતા. યુનિવર્સિટીના સંચાલકોએ પોલીસને સાથે રાખીને બારડોલી પ્રાંત અધિકારી સમક્ષ વાતચીત કરતા વિદ્યાર્થીઓની માંગણી મુજબ ૪-૩૦નો સમય ઘટાડીને ૩-૪૫નો કરી દીધો હતો અને એક પ્રાધ્યાપક દ્વારા અપશબ્દો બોલવાની રજૂઆત થતાં પ્રાધ્યાપકે પણ માફી માંગી લેતા મામલો શાંત થઇ ગયો હતો. જો કે, વિદ્યાર્થીઓની યુનિવર્સિટી સંચાલકો સામેની લડતમાં પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કરી ધક્કે ચઢાવી હતી. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાસ્પદ બની ગયો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં બગડે તેથી કાર્યવાહી કરી નથી : પ્રાંત અધિકારી બારડોલી નજીક ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના આંદોલન અંગે સ્થળ પર પહોંચી પ્રાંત અધિકારી આર.આઇ. શેખે મધ્યસ્થી કરી હતી. જે અંગે આર.આઇ. શેખે જણાવ્યું કે, વિદ્યાર્થીઓની માંગણીથી શનિ-રવિ રજદા રાખી અભ્યાસના કલાકો પુરા કરવા એક કલાકનો સમય વધાર્યો હતો. જેમાં પણ ૪૫ મીનીટ ઘટાડી છે. પ્રાધ્યાપકના ખરાબ વર્તનની રજૂઆત થતાં પ્રાધ્યાપકે દિલગીરી વ્યક્ત કરતા વિદ્યાર્થીઓએ આંદોલન સમટી અભ્યાસ કરવા કોલેજના વર્ગખંડમાં જતા રહ્યાં હતાં. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે જેથી કોઇ કાર્યવાહી કરી નથી. ડીવાયએસપી વસાવાએ પણ વિદ્યાર્થીઓના વિરોધ અંગે કોઇ કાર્યવાહી ન કરવાનું જણાવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY