પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી થશે વધારો, કોમનમેન પર તોળાતું સંકટ

0
14

ન્યુ દિલ્હી,તા.૩
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આંશિક રાહત મળ્યા બાદ ફરી એકવાર ભાવમાં વધારો થશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમત વધી છે. વૈશ્વિક માર્કેટમાં છેલ્લા ૬ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ ૩ ડોલરનો વધારો થયો છે. જા કે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો નહોતો.
ક્રૂડ ઓઈલના ભાવ આ વર્ષે આકાશને આંબ્યા છે. અમેરિકાએ ભારત અને ચીનને ઇરાન પાસેથી ક્રૂડ નહીં ખરીદવાની તાકીદ કરી હોવાથી ટ્રેડર્સને ક્રૂડના સપ્લાયમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્્યતા છે. ઓપેક દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં દૈનિક ૧૦ લાખ બેરલની વૃદ્ધિનો નિર્ણય વધતી માંગને પહોંચી વળવા પૂરતો જણાતો નથી. ક્રૂડ ઓઇલની સારી માંગ, ઓપેક દ્વારા સપ્લાય પર કૃત્રિમ નિયંત્રણ અને વેનેઝુએલાના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડાને કારણે ચાલુ વર્ષે ભાવ નિયંત્રણમાં રહ્યા છે.
રૂપિયાની નબળાઈ અને ક્રૂડના ભાવમાં તેજીની ભારતીય અર્થતંત્ર અને ગ્રાહકો પર પ્રતિકૂળ અસર પડવાની શરૂ થઈ છે. રૂપિયો ગયા સપ્તાહે ડોલર સામે ૬૯.૦૯ના ઓલ ટાઇમ લોને સ્પર્શ્યો હતો. ભારત કુલ જરૂરિયાતનું લગભગ ૮૩ ટકા ક્રૂડ આયાત કરતું હોવાથી આયાત બિલમાં મોટા ઉછાળાની શક્્યતા છે. ૨૬ જૂનથી દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૭૫.૫૫ રૂપિયા અને ડીઝલ ૬૭.૩૮ રૂપિયાના સ્તરે સ્થિર રહ્યા છે. એવી રીતે મુંબઈમાં પેટ્રોલ ૮૨.૯૪ રૂપિયા અને ડીઝલ ૭૧.૪૯ રૂપિયાના ભાવે વેચાય છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ક્રૂડના વૈશ્વિક ભાવ અને સ્થાનિક કરન્સીની વધઘટના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી પેટ્રોલ-ડીઝલના ભાવ અંકુશમુક્ત કરવામાં આવ્યા છે, પણ સરકારી કંપનીઓ ભાવ વધારવા કે ઘટાડવાની બાબતમાં હજુ સરકારના સંકેતોનો અમલ કરે છે. ઇંધણના ભાવમાં વધારો કરવાનું રાજકીય રીતે સંવેદનશીલ બની ગયું છે અને લોકો ઇંધણના ટેક્સમાં ઘટાડો કરવાની માંગણી કરે છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર નોંધપાત્ર ટેક્સ વસૂલવામાં આવે છે, પણ સરકારે હજુ ઇંધણ પરની ડ્યૂટીમાં ઘટાડો કરવાની માંગણી સ્વીકારી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY