ટ્રેનમાં વિના ટિકિટે મુસાફરી કરવા બદલ એક હજારનો દંડ ભરવો પડશે

0
57

અમદાવાદ,તા.૩
રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરો માટે માઠા સમાચાર છે હવે પછી ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો માત્ર રૂ.રપ૦ જેટલી નજીવી રકમનો દંડ ભરીને છટકી શકશે નહીં તરત જ અમલમાં આવે એ રીતે હવે રેલ મુસાફરોએ રપ૦ના બદલે રૂ.૧૦૦૦ એટલે કે ૩૦૦ ટકા વધારે દંડ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.
વેસ્ટર્ન રેલવે દ્વારા દંડની રકમ વધારવા માટે રેલવે બોર્ડમાં રજુઆત કરવામાં આવી હતી. તાજેતરમાં જ મળેલી રેલવે બોર્ડની બેઠકમાં આ રજુઆતને મંજૂરી આપી દેવાતાં હવે મફત મુસાફરી કરતા રેલવે મુસાફરોએ રૂ.રપ૦ દંડની રકમના બદલે હવે સીધા રૂ.૧૦૦૦ ચૂકવવા પડશે.
વેસ્ટર્ન રેલવેમાં એપ્રિલ માસમાં ૧૦,૯૬૧ મુસાફર અને મે મહિનામાં ૧ર,૬૦૦ મુસાફર ટિકિટ વિના મુસાફરી કરતા પકડાયા હતા. તંત્રને તેમની પાસેથી દંડ પેટે એપ્રિલમાં રૂ.૧.૪૮ કરોડ અને મે માસમાં રૂ.૧.૭પ કરોડથી વધુ દંડની રકમ વસુલી હતી.
ટીટીઇને મુસાફર પાસેથી દંડ વસૂલી માટે રસીદ આપવા માટે હેન્ડ હેલ્ડ ડિવાઇસ આપવામાં આવશે. અત્યારે સુધી ટીટીઇ મેન્યુઅલ રસીદ બુકથી ટિકિટ દંડની રકમની રસીદ મુસાફરોને આપતા હતા. હવે ડિવાઇસ દ્વારા રસીદ આપશે જેનાં મુસાફર દંડની ચૂકવણી ક્રેડિટ કે ડેબિટકાર્ડ દ્વારા કરી શકશે.
ભારતીય રેલવેએ ગત વર્ષે ર કરોડ યાત્રીને ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપીને ૯૩પ.૬૪ કરોડની રકમ દંડ પેટે વસૂલી હતી. દિવાળી દરમિયાન જુદી જુદી ટ્રેનમાંં મુસાફરી કરતા ટિકિટ વગરના મુસાફર અમદાવાદ ડિવિઝન દ્વારા રપ૦૦ની સંખ્યામાં પકડાયા હતા તે પેટે રૂ.૧૬ લાખની દંડની આવક થઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY