દેશમાં બિટકોઈન રોકાણમાં પુરુષો કરતાં મહિલાઓ આગળ

0
54

મુંબઈ,તા.૩
દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણમાં પુરુષો કરતા મહિલાઓ ઘણી આગળ છે. ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ બાયયુકોઇનના એક અહેવાલ પ્રમાણે ૧૫ માર્ચથી ૧૫ જૂન વચ્ચે ક્રિપ્ટો કરન્સીના રોકાણ સંબંધે કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર આ વિગતો બહાર આવી છે.
અહેવાલ અનુસાર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે પુરુષોની એવરેજ ઉંમર ૩૦ વર્ષ અને મહિલાઓની એવરેજ ઉંમર ૪૦ વર્ષ છે. રસપ્રદ બાબત એ બહાર આવી છે કે પુરુષોની સરખામણીમાં મહિલા રોકાણકારોની સંખ્યા ઓછી હોવા છતાં એવરેજ રોકાણના મામલે મહિલાઓ પુરુષો કરતા ઘણી આગળ છે. ક્રિપ્ટો કરન્સીમાં ભારતીય પુરુષોનું એવરેજ રોકાણ લગભગ ૭૦ હજાર રૂપિયા જાવા મળ્યું છે, જ્યારે મહિલાઓ માટે આ આંકડો ૧,૪૦,૦૦૦ને પાર કરી ગયો છે.
બેંગલોરમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતું એવરેજ રોકાણ બે લાખથી પણ વધુ છે. અહેવાલ અનુસાર દિલ્હી એનસીઆરમાં ક્રિપ્ટો કરન્સીના ગ્રાહકોની સંખ્યા સૌથી વધુ છે. કુલ રોકાણકારોમાં માત્ર ૨૨.૦૩ ટકા દિલ્હી એનસીઆર ક્ષેત્રના છે, જેમાંથી ૯૧.૨ ટકા પુરુષો, જ્યારે ૮.૮ ટકા મહિલાઓ સામેલ છે. યાદીમાં મુંબઇ બીજા ક્રમે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશમાં પુરુષો અને મહિલાઓ દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ક્રમશઃ ૯૩.૨૮ ટકા તથા ૬.૨૭ ટકા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY