ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે સ્વ લવજીભાઈ ઉકશીભાઈ ગંધા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શ્રી સામખયારી લોહાણા મહાજન દ્વારા સામખયારી ની તમામ સરકારી શાળાઓમાં નિશુલ્ક નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સામખિયાળી લોહાણા મહાજનના હોદેદારો પ્રમુખ ધીરજલાલ દામજીભાઈ કારીયા ઉપપ્રમુખ દિનેશભાઈ ઓધવજી ઠક્કર મંત્રી દિનેશભાઈ હેમરાજભાઈ ગંધા પ્રભુલાલ ઠાકરશી કાથરાણી, ધનસુખભાઈ અરવિંદભાઈ રાચ્છ, સુરેશભાઈ છગનલાલ દૈયા, રમેશભાઈ પીતામ્બરભાઈ ગંધા, સંદિપ નરભેરામ ઠક્કર, ભાવેશ અમૃતલાલ રાજદે તથા લોહાણા સમાજના સભ્યોની હાજરીમાં નોટબુકોનું વિતરણ કરવામાં આવેલ આ સંસ્થા દ્વારા સતત છેલ્લા ચાર વર્ષથી કચ્છના લોહાણા સમાજના જ્ઞાતિજનોના વિદ્યાર્થીઓને ઉપરાંત સામખિયાળીની તમામ સરકારી શાળાઓમાં તેમજ સંધ્યા ગીરી સંસ્કૃત વિદ્યાલય ના ઋષિકુમારો ને તથા રાપર કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી તમામ બાળાઓને નિશુલ્ક નોટબુકોનું વિતરણ કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા વખતોવખત ગાયોને ચારો તથા પક્ષીઓને ચણ નાખવાની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે જેના નામથી આ સંસ્થા ચાલે છે તેવા ધર્મ પ્રેમી સ્વ.લવજીભાઈ ઉકશીભાઈ ગંધા એ તેમની હયાતીમાં પણ સેવાઓ આપેલ જેવી કે (૧) સરપંચ સામખિયાળી ગ્રામ પંચાયત ૧૯૭૨ થી ૧૯૭૭ (૨) સામખિયાળી રાજાશાહી ધર્મશાળામાં કાર્યભરી ૧૯૭૦ થી ૧૯૯૯ (૩) ટ્રસ્ટી રાપર લોહાણા બોર્ડિંગ (૪) પ્રમુખ સામખિયાળી લોહાણા મહાજન ૧૯૭૦ થી ૧૯૯૯ (૫) સામખિયાળી ગામના તળાવમાં તેમના બહેનના સ્મરણાર્થે કુવો બનાવી આપેલ તે કૂવો આજે પણ રાધા ફોઈના કુવા તરીકે ઓળખાય છે આવી અનેક સામાજિક તેમજ રાષ્ટ્રીય સેવાઓ સ્વ લવજી બાપાએ આપેલ જે સેવાકાર્યોને આજે પણ ગામલોકો યાદ કરે છે.
બ્યુરોચીફ કચ્છ બિમલ.માંકડ 78746 35092 ધર્મેશ જોગી – ધનસુખ ઠકકર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






