સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ 27 જુલાઇએ ભારતમાં અનેક જગ્યાએ દેખાશે

0
131
ભારતના લોકોને સંપૂર્ણ અને આંશિક એમ બંને ચંદ્રગ્રહણ જોવાનો મોકો મળશે

આ સદીનો સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ૨૭ જુલાઇના રોજ ભારતમાં અનેક જગ્યાએથી દેખાશે. એમ.પી.બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, એમપી બિરલા પ્લેનેટેરિયમના સંશોધન અને શિક્ષણ વિભાગના વડા દેબ્રીપ્રસાદ દૌરીએ આજે કહ્યું હતું કે’ દેશના તમામ ભાગમાંથી તેને જોઇ શકાશે’ આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત દક્ષિણ અમેરિકા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાંથી પણ જોઇ શકાશે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ એક કલાક અને ૪૩ મિનિટ સુધી રહેશે જ્યારે આંશિક ગ્રહણ એકાદ કલાક સુધી રહીને પછી અદ્રશ્ય થઇ જશે. ચંદ્રનું આશિંક ગ્રહણ ૨૭ જુલાઇએ ભારતીય સમય મુજબ રાત્રે ૧૧-૫૪ વાગે શરૃ થશે જ્યારે સંપૂર્ણ ગ્રહણ ૨૮ જુલાઇએ રાતના એક વાગે શરૃ થશે. આ વૈજ્ઞાાનિકે કહ્યું હતું કે ૨૮ જુલાઇના રોજ ૧:૫૨ મિનિટે ચંદ્ર એકદમ કાળો દેખાશે અને ૨-૪૩ મિનિટ સુધી આવો જ રહેશે. ‘આ સમયગાળા પછી ચંદ્ર આંશિક રીતે દેખાશે જે સવારના ૩:૪૯ મિનિટ સુધી રહેશે. લોકો માટે આ એક સુવર્ણ તક છે જેનો લાભ લેવો જોઇએ. આખી રાત ગ્રહણ રહેશે’એમ તેમણે કહ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY