(ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૦૪ જુલાઇઃ- આજરોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારના અધ્યક્ષસ્થાને પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે જણાવ્યું હતું કે, પરીક્ષાકેન્દ્રો ઉપર કોઇપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહિ.પરીક્ષા કેન્દ્રો ઉપર પુરતો પોલીસ બંદોબસ્ત રાખવા તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તાકીદ કરી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એન. પવારે કહ્યું હતું કે, જિલ્લામાં કુલ -૨ (બે) બિલ્ડીંગો નકકી કરાયા છે. જેમાં ધોરણ – ૧૦ માં ૨૧ બ્લોક ઉપર ૮૨૮ ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહમાં ૦૯ બ્લોક ઉપર ૨૦૯ તથા ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૦૯ બ્લોક ઉપર ૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.બોર્ડની પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર તમામ બિલ્ડીંગો ૧૦૦ ટકા સી.સી. ટી.વી.થી સજજ છે. તેમજ પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર મોબાઇલ ફોન તથા ઇલેકટ્રિક ડીવાઇસ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ માટે ઝોનલ કચેરીની વ્યવસ્થા સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે ગોઠવવામાં આવી છે. પરીક્ષા અંગેના કંટ્રોલ રૂમની વ્યવસ્થા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી આહવા ખાતે ગોઠવવામાં આવી છે. તારીખ ૦૫/૦૭/૨૦૧૮ થી તારીખ ૦૯-૦૭-૨૦૧૮ સુધી સવારના ૭.૦૦ થી સાંજના ૨૦.૦૦ કલાક દરમ્યાન કંટ્રોલરૂમ ચાલુ રહેશે. વિદ્યાથીઓ અને વાલીઓ માર્ગદર્શન માટે કચેરી ફોન નં (૦૨૬૩૧) ૨૨૦૨૦૮ પર સંપર્ક કરી શકશે.
આ બેઠકમાં પરિક્ષા સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



