મુંબઈ,તા.૪
એર ઈન્ડિયાનું નરિમાન પોઈન્ટ Âસ્થત ૨૨ માળનું બિલ્ડિગ ત્નદ્ગઁ્ એટલે કે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટને વેંચાશે તેવી શક્્યતા પરિવહન મંત્રી નિતિન ગડકરી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મરીન ડ્રાઈવ પર આવેલી આ ભવ્ય બિલ્ડિગનો ૨૦૧૩ સુધી એર ઈન્ડિયાનાં હેડ કવાર્ટર તરીકે ઉપયોગ થતો હતો.
હાલ તેનાં સ્ટ્રેટેજિક ડિસ ઈન્વેન્સમેન્ટના ભાગ રુપે એર ઈંડિયાનો ૭૦ ટકા જેટલો હિસ્સો વેંચી દેવામાં આવ્યો છે. જેમાં આ બિલ્ડિગ પણ વેંચી દેવાનું સમાવિષ્ટ હતુ. જેમાં સિવિલ એવિશન મિનિસ્ટ્રી સાથે આ અંગે વાત ચાલી રહી હતી. આ ઈમારત આમ તો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જેમાં ઉપર એર ઈંડિયાનો લોગો પણ છે. જે આ બિલ્ડિગની ઓળખ પણ છે. અને દુર સમુદ્રમાંથી આવતાં જહાજો માંથી આ બિલ્ડિગ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. જેને ન વેંચવાની કેટલાક લોકોની માંગણી હતી.
આ વાત ગડકરીને મળતા તેણે કહ્યુ કે હું આ અંગે વાત કરુ છુ. અને તેમણે ત્નદ્ગઁ્ ને ખરીદવા અંગે અપીલ કરી. આથી હવે આ બિલ્ડિગ કોઈ પ્રાઈવેટ કંપનીને બદલે દેશની જ અન્ય સંસ્થાને વેંચાશે. જેમાં બિલ્ડિગ પરથી એર ઈન્ડિયાનો સિમ્બોલ ન કાઢવા જણાવાયુ છે. આ બિલ્ડિગ ૧૦,૮૦૦ સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે. ઉલીખનીય છે કે એર ઈન્ડિયાની ડેટ ૫૦,૦૦૦ કરોડની છે. તેમજ ખરીદદાર પોર્ટ ટ્રસ્ટ મુંબઈનાં ન્હાવા શેવા પોર્ટ ખાતે વડુમથક ધરાવતી હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






