ગાંધીનગર,તા.૨૫
રાજ્યમાં પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલ વચ્ચે ભાવનો તફાવત દુર થયો છે.. ત્યારે હવે પેટ્રોલનો ભાવ ઘટીને ડીઝલનો ભાવ વધ્યો છે. પેટ્રોલ કરતા હવે ડીઝલ મોંઘુ થયુ છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને ૭૮ રૂપિયા૧૭ પૈસા અને ડીઝલનો ભાવ ૭૮ રૂપિયા ૨૩ પૈસા થયો છે.
જ્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ ૭૭ રૂપિયા ૯૮ પૈસા અને ડીઝલનો ભાવ ૭૮ રૂપિયા ૦૬ પૈસા થયો છે.. અને સુરતમાં પેટ્રોલનો ભાવ ૭૮ રૂપિયા ૧૧ પૈસા જ્યારે ડીઝલનો ભાવ ૭૮ રૂપિયા ૨૦ પૈસા થયો છે.
મહત્વનુ છે કે, ૨૦૧૧માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૧ રૂપિયાનો તફાવત હતો. હવે ૭ વર્ષમાં પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ વધ્યો છે. પેટ્રોલ કરતા ડીઝલ સસ્તુ હોવાથી ડીઝલના વાહનોની માગ વધારે હતી. હાલમાં પેટ્રોલનો ભાવ વધતા ડીઝલની ગાડીઓની માગ પણ ઘટી છે.
બનાસકાંઠામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક ફેરફાર થયો છે. પ્રથમવાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થયુ છે. બનાસકાંઠામાં પેટ્રોલના ભાવમાં ૧૪ પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં ૫ પૈસાનો ઘટાડો થયો છે. ત્યારે હવે બનાસકાંઠામાં પેટ્રોલનો ભાવ ૭૮ રૂપિયા ૨૬ પૈસા પ્રતિલીટર થયો છે.. જ્યારે ડીઝલનો ભાવ ૭૮ રૂપિયા ૩૪ પૈસા પ્રતિલીટર થયો છે.
અમદાવાદમાં પેટ્રોલના ૭૮.૧૭, ડિઝલ ૭૮.૨૩
રાજકોટ પેટ્રોલ ૭૭.૯૮, ડિઝલ ૭૮.૦૬
બનાસકાંઠામાં પેટ્રોલ ૭૮.૨૬, ડિઝલ ૭૮.૩૪
સુરતમાં પેટ્રોલ ૭૮.૧૧, ડિઝલ ૭૮.૨૦
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




