બી ૬૧-૬૨ એક ગ્રેવિટી બોમ્બ છે તે વિસ્ફોટ પહેલાં ધરતીમાં ત્રણ ફૂટ અંદર સુધી જઈ શકે અમેરિકાએ ન્યૂક્લિયર ગ્રેવિટી બોમ્બનું પરીક્ષણ કર્યું

0
19

વાશિંગ્ટન,તા.૪
અમેરિકાની વાયુસેનાના ડિપોર્ટમેન્ટ ઓફ એનર્જીના નેશનલ ન્યૂક્લિયર સિક્યુરીટી એડમિનિસ્ટ્રેશન દ્વારા ન્યૂક્લિયર ગ્રેવિટી બોમ્બનું પરીક્ષણ કર્યું છે. બી ૬૧-૬૨ એક ગ્રેવિટી બોમ્બ છે અને તે વિસ્ફોટ પહેલા ધરતીમાં ત્રણ ફૂટ અંદર સુધી જઈ શકે છે.
આ એક જીપીએસ ગાઈડેડ અત્યાધુનિક ગ્રેવિટી બોમ્બ છે. તેને ૨૦૦૮માં વિકસિત કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો ઉદેશ્ય બોમ્બની સર્વિસ લાઈફને વધારવાનો હતો. અહેવાલ મુજબ ન્યૂક્લિયર ગ્રેવિટી બોમ્બનો ટેસ્ટ પહેલીવાર કરવામાં આવ્યો છે.
આ બોમ્બ ત્રણ ગણો વધારે ચોકસાઈપૂર્વક નિશાન પાર પાડવામાં સક્ષમ છે. મિલિટ્રી ડોટ કોમ પ્રમાણે તેના પહેલા એફ-૧૫ઈ સ્ટ્રાઈક ઈગલ અને એફ-૧૬ ફાઈટિંગ ફાલ્કનનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. બી-૬૧ની સાથે જ એફ-૩૪નો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તે ટૂંક સમયમાં એક વિકલ્પ તરીકે ઉપલબ્ધ થશે.
મહત્વપૂર્ણ છે કે અમેરિકન વૈજ્ઞાનિકોના ફેડરેશને આની ટીકા કરી છે. એનએનએસએ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે. બે નોન-ન્યૂÂક્લયર સિસ્ટમ ક્વોલિફિકેશન ફ્લાઈટ ટેસ્ટ કર્યા છે. એસએનએસએના પ્રિન્સિપલ આસિસ્ટેન્ટ ડેપ્યુટી એડમિનિસ્ટ્રેશન જનરલ માઈકલ ગ્રેગનું કહેવું છે કે આ બંને ક્વોલિફિકેશન ટેસ્ટ દેશની સુરક્ષા જરૂરિયાતોની પૂર્તિ કરશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY