નજીવી બાબતે ખેડૂત પર બે રાઉન્ડ ફાયરિંગ કરાતા ચકચાર મચી

0
8

સુરત,તા.૫
સોનગઢના આમલપાડા ગામમાં બે રાઉન્ડ ફાયરિંગથી ચકચાર મચી જવા પામી હતી. ખેતરથી ઘરે પરત ફરતા ખેડૂત પર ફાયરિંગ કરવામાં આવતા પગમાં ગોળી ઘૂસી ગઈ હતી. બાઈક અથડાવા બાબતે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
સોનગઢના આમલપાડ ગામમાં રાજુભાઈ છરાભાઈ વસાવા પરિવાર સાથે રહી ખેતી કરે છે. મોડી રાત્રે રાજુભાઈ મિત્ર રૂસ્તમ સાથે ખેતરથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન આમલપાડા ચાર રસ્તા નજીક સામેથી આવતી બાઈક સાથે તેમની બાઈક અથડાઈ હતી. જેને લઈને બબાલ થઈ હતી. દરમિયાન અજાણ્યા બાઈક ચાલકોએ પહેલાં ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ રાજુભાઈના જમણાં પગમાં ગોળી મારી ફરાર થઈ ગયા હતા.
રાજુભાઈના પગમાં ગોળી મારી ભાગતા બાઈક ચાલકોને મિત્ર રૂસ્તમે પકડવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, રૂસ્તમને ધક્કો મારી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલા રાજુભાઈ વ્યારા રેફરલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગ કરનાર એક લાલ શર્ટ અને દાઢીવાળો હોવાનું રાજુભાઈએ જણાવ્યું હતું. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY