જમીન મુદ્દે પરિવારનો કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ, તમામની અટકાયત

0
67

રાજકોટ,તા.૫
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અક પરિવારના પાંચ સભ્યો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે તમામની અટકાયત કરી હતી. સોલંકી પરિવારની જમીન ૩ બિલ્ડરોએ ખોટા દસ્તાવેજ કરી પચાવી પાડ્યાનો આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના નરસિંહભાઇ સોલંકીની જમીન ૩ બિલ્ડરો દ્વારા ખોટા દસ્તાવેજ કરી પચાવી પાડવામાં આવી છે. આ અંગે તેઓએ ૨૦૧૪થી સરકારી અધિકારીઓને રજૂઆત કરે છે પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા કલેક્ટર કચેરીએ દોડી આવી નરસિંહભાઇ સહિત પાંચ પરિવારજનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY