સલમાન પર ફરી સંકટનાં વાદળો, એનઆરઆઈ પાડોશીને હેરાન કરવાનો આક્ષેપ

0
30

મુંબઈ,તા.૫
સુપર સ્ટાર સલમાનખાન અને વિવાદોને બહુ જૂનો નાતો છે. છાશવારે સલમાન કોઈને કોઈ વિવાદમાં ફસાય છે. હવે સલમાનખાન પર તેના એનઆરઆઈ પાડોશીને હેરાન કરવાનો આરોપ લાગ્યો છે.સલમાનખાનના પનવેલ ફાર્મહાઉસની બાજુમાં જમીન લેનાર એનઆરઆઈ કેતન કક્કડે મુંબઈના વકીલ આભા સિંહ મારફતે સલમાન ને તેના પરિવાર પર હેરાન કરવાનો આરોપ મુક્યો છે. અમેરિકામાં રહેતા એનઆરઆઈ પરિવારે કહ્યુ હતું કે ૧૯૯૯માં અમે પનવેલ ફાર્મ હાઉસ પાસે જ સલમાનના પિતા સલીમ ખાને પાસે ૨.૫ એકર જમીન ૨૭.૫૦ લાખ રુપિયામાં ખરીદી હતી.
હવે અમે ભારતમાં સ્થાયી થવા માંગીએ છે ત્યારે સલમાનનો પરિવાર ઈચ્છતો નથી કે તેમના ફાર્મની બાજુમાં અમે ઘર બનાવીએ. તેમણે અમારી જગ્યા પર જવાના રસ્તા પર ગેટ મુકી દીધો છે.અમને વીજ જાડાણ પણ મળી રÌš નથી અને સલમાનના ઘોડાના તબેલા માટે વન વિભાગ વીજ જાડાણની પરવાનગી આપે છે. પરિવારનુ કહેવુ છે કે અમે આ અંગે વન મંત્રીને પણ રજૂઆત કરી છે. વન વિભાગના અધિકારીઓ અમારી વાત સાંભળવા તૈયાર નથી. તેમાંના એક અધિકારી તો સલમાનખાન સાથે પાર્ટી કરતા નજરે પડ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY