લોકસભા-વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા સપા, તેલંગાણા સમિતિએ સમર્થન કર્યું

0
16

ન્યુ દિલ્હી,તા.૮
દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કરાવવાને લઈને ભાજપને સમાજવાદી પાર્ટી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ એમ બે પ્રાદેશિક પક્ષોનો સાથ મળ્યો છે.
સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપલ યાદવે બંને ચૂંટણીઓ સાથે કરાવવા મામલે સંમતિ વ્યક્ત કરી છે. તો તેલંગાણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ અને રાજ્યના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે કેન્દ્રીય કાયદા પંચને પત્ર લખીને કહ્યુ છે કે તેઓ એકસાથે બંને ચૂંટણીઓ આયોજીત થાય તેની તરફદારી કરે છે.
તો જેડીયુની રાષ્ટ્રીય કારોબારીમાં પણ એક દેશ અને એક ચૂંટણી સંબંધિત પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો છે. મહત્વૂપર્ણ છે કે કેન્દ્રીય કાયદા પંચે બે દિવસની બેઠકનું આયોજન કર્યું છે. જામં તમામ રાષ્ટ્રીય અને રાજ્યની માન્યતા પ્રાપ્ત પાર્ટીઓના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે. તેમની સાથે કાયદા પંચ લોકસભા અને વિધાનસભાઓની એકસાથે ચૂંટણી કરાવવાના મામલે મસલતો કરીને તેમના અભિપ્રાય જાણી રહ્યુ છે.
જાકે, ડીએમકેના અધ્યક્ષ એમ. કે. સ્ટાલિને ભાજપના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે અને કહ્યુ છે કે આમ કરવું બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. શનિવારે વિપક્ષી પાર્ટીઓએ પણ ભાજપના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આ સિવાય ભાજપના ગોવા ખાતેના સાથીપક્ષ ગોવા ફોર્વર્ડ પાર્ટીએ પણ આની સામે વાંધો વ્યક્ત કર્યો છે. ટીએમસી દ્વારા પણ ભાજપના પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY