સત્તામાં આવીશું તો ભાજપના ભ્રષ્ટ નેતાઓને જેલમાં નાખીશુંઃ કોંગ્રેસ

0
79

ન્યુ દિલ્હી,તા.૮
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા પક્ષના પ્રધાનો અને નેતાઓને રક્ષણ પૂરું પાડતા હોવાનો આક્ષેપ કરતા કાંગ્રેસે કÌšં હતું કે કાંગ્રેસ સત્તા પર આવશે તો ભાજપના તમામ ભ્રષ્ટ પ્રધાનો અને નેતાઓ વિરુદ્ધના ભ્રષ્ટાચારના કેસને મામલે તપાસ કરાવશે અને દોષીઓને જેલભેગા કરશે.
કાંગ્રેસના નેતા આરપીએન સિંહે પત્રકારોને આપેલી મુલાકાતમાં કÌšં હતું કે અમારો પક્ષ ભાજપના પ્રમુખ અમિત શાહના પુત્ર સહિત અનેક પ્રધાનો અને નેતાઓ વિરુદ્ધના ભ્રષ્ટાચારના કેસના મુદ્દા ઉઠાવી રહ્યો છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાયમ એ મામલે ચુપ રહે છે અને એ મામલે હજુ સુધી સીબીઆઈ તપાસ કે આવકવેરા ખાતાની તપાસ પણ આરંભવામાં આવી નથી.
મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે રૂ.૨૦ કરોડનું જીએસપીસી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. હું તમને કહેવા માગુ છું કે અમારી સરકાર સત્તા પર આવશે ત્યારે આવા તમામ કેસની તપાસ કરવામાં આવશે અને તેમાં સંડોવાયેલાઓમાંથી કોઈને જામીન નહીં મળે અને એ બધા જ જેલમાં જશે, એમ તેમણે કÌšં હતું.
રાજસ્થાનમાં શનિવારે એક સભાને સંબોધન કરનાર વડા પ૩ધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે જે ખેડૂતો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે ખેડૂતોને જ આ સભામાં હાજર રહેવાની પરવાનગી આપવામાં નહોતી આવી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY