વડોદરા,તા.૨૬
તા.૩૧ ઓક્ટોબરે કેવડીયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લોકાર્પણ પૂર્વે કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં સરદાર એકતા રથયાત્રા કાઢવામાં આવી હતી. એકતા રથયાત્રાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દેશની આઝાદી પછી ૪૦ વર્ષ સુધી સરદાર પટેલને હાંસિયામાં રાખવાનો પ્રયાસ કર્યો છે. માત્ર તૈલ ચિત્રો સંસદમાં મુકિયા છે. જ્યારે ભાજપે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવીને આગવી ઓળખ આપી છે. જેને આવનારી પેઢી હંમેશા યાદ કરશે. તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં સરદાર ચોક સરદાર પટેલની પ્રતિમા પાસેથી નીકળેલી સરદાર એકતા રથયાત્રા પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે જા રજવાડા એકઠા કર્યા ન હોત તો આજે જુનાગઢ અને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડતા હોત. ૧૯૩૯માં છાણી ગામની ધરતી ઉપર આવેલા સરદાર સાહેબને યાદ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરદાર સાહેબે ૫૬૨ રજવાડા ભેગા કર્યા હતા. તે માટે તેઓએ છાણી ગામમાં પણ સભા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાણી, માટી અને લોખંડ ભેગુ કરીને બનાવી છે. જેમાં સમગ્ર દેશવાસીઓની આત્મા છે. દુનિયાના પડકારો ઝીલીને દેશને નંબર વન બનાવીશું. તેવો સરદાર જયંતિએ સંકલ્પ લઇશું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



