વરસાદની મજા તો આ સ્થળો પર છે

0
81

મોનસુનની સિઝન જામી ગઇ છે. વરસાદમાં પળડવાનુ કોને ન ગમે. ખુબ ઓછા લોકો એવા છે જે લોકોને મોનસુની વરસાદમાં પળડવાનુ પસંદ નથી. જા તમને પળડવાનુ પસંદ છે તો કેટલાક સ્થળ પર જઇને ઇચ્છા પૂર્ણ કરી શકાય છે. આ જગ્યાઓ પર સૌથી વધારે વરસાદ થાય છે. કેટલીક જગ્યાઓ તો એવી છે જ્યાં એક વર્ષમાં આઠથી દસ મહિના સુધી વરસાદ પડે છે. સતત વરસાદના કારણે આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ રહે છે. આવી Âસ્થતીમાં રજામાં આ જગ્યાએ જવાના કાર્યક્રમ તૈયાર કરવામાં આવી શકે છે અને વરસાદની ભરપુર મજા માણી શકાય છે. ભલે અમે પોતાના ભુગોળના પુસ્તકમાં સૌથી વધારે વરસાદ થનાર જગ્યા તરીકે ચેરાપુંજીને વાંચી છે. પરંતુહવે આ જગ્યા બદલાઇ ગઇ છે. હવે મેંઘાલયના ચેરાપુંજીની જગ્યાએ માસિરરામમાં દુનિયાનો સૌથી વધારે વરસાદ પડે છે. માસિનરામમાં છત્રી વગર બહાર નિકળી શકાય નહી. વર્ષના આશરે આઠથી ૧૦ મહિના સુધી અહીં વરસાદ થતો રહે છે. અહીં રહેનાર લોકો માટે હમેંશા વરસાદ કોઇ મુશ્કેલ તરીકે છે પરં અહીં આવનાર પ્રવાસી જે વરસાદને પસંદ કરે છે તે લોકો માટે આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી. મોનસુનની સિઝનમાં બેંગલોરની આસપાસના વિસ્તારોમાં પણ પ્રવાસ કરી શકાય છે. કર્ણાટકના અગુમ્બે એક એવા શહેર તરીકે છે જ્યાં હમેશા સારો વરસાદ થતો રહે છે. અહીં વર્ષ દરમિયાન તાપમાન ૨૩.૫ ડિગ્રીની આસપાસ રહે છે. જા વરસાદ પસંદ છે તો કર્ણાટકમાં નવેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે પહોંચી શકાય છે. આ ગાળા દરમિયાન અહીં સૌથી વધારે વરસાદ પડે છે. જેથી અહીં વરસાદની ભરપુર મજા કરી શકાય છે. દેશના અન્ય કેટલાક ભાગો પણ એવા જ રહેલા છે. મહારાષ્ટ્રના પુણેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થતો રહે છે. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇની નજીક મહાબલેશ્વરમાં પણ હમેંશા ભારે વરસાદ થતો રહે છે. અહીં વર્ષ દરમિયાન આશરે પાંચ હજાર ૬૧૮ મિલીમીટર વરસાદ થાય છે. ગરમીની સિઝનમાં પણ જા વરસાદની મજા માણવી છે તો મહાબલેશ્વર જઇ શકાય છે. અહીં ખુબસુરત પહાડીઓમાંથી પડી રહેલા ઝરના અને લીલોતરી ભારે આકર્ષણ કરે છે. હૈદરાબાદમાં પણ મોનસુનન સિઝનમાં વીકેન્ડ યાત્રા કરવા માટેની સલાહ જાણકાર લોકો આપે છે. મેઘાલયના પાટનગર શિલોંગને તો એમ પણ દુનિયાની સૌથી ખુબસુરત જગ્યા પૈકી એક તરીકે ગણવામાં આવે છે. પરંતુ મોનસુનની સિઝનમાં અહીં ખુબસુરતી અનેક ગણી વધી જાય છે. આ સિઝન દરમિયાન શિલોંગના ખુબસુરત ઝરનામાં પાણીની ગતિ વધારે તીવ્ર બની જાય છે. આ ઉપરાંત અહીં પહાડીઓમાં ફેલાઇ જતી હરિયાળી પણ તમામ લોકોનુ ધ્યાન આકર્ષિત કરે છે. આ સિઝનમાં અહીંની ખુબસુરતી જાવાલાયક હોય છે. આ હિલ સ્ટેશનમાં તમે પોતાના પાર્ટનરની સાથે વરસાદ અને ખુબસુરત નજારાની મજા માણી શકો છો. અહીં કર્સ વોક, બિયર શોલા ફોલ્સ, બ્રાયન્ટ પાર્ક, કોડઇકમાનલ ઝીન, ગ્રીન વેલી, પિલર્સ રોક અને ગુના ગુફા જેવા અનેક ટ્યુરિસ્ટ સ્થળ આવેલા છે. જે વરસાદમાં ફરવા માટેના સૌથી સારા સ્થળ તરીકે છે. અહીં ફરવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લઇને પહોંચવાની જરૂર હોય છે. વરસાદની સિઝનમાં તમામ લોકો વરસાદની મજા માણવા માટે ઉત્સુક હોય છે.
વરસાદી સિઝનમાં ફરવા જવા માટે ઇચ્છુક લોકોએ કેટલીક સાવચેતી પણ રાખવાની જરૂર હોય છે. ખાસ કરીને વધારે વરસાદમાં બહાર નિકળવાનુ ટાળવુ જાઇએ. તમામ ટુર ગાઇડ અને જાણીતા લોકો કહે છે કે કોઇ પણ જગ્યાએ આરામથી ફરવા માટે ઓછામાં ઓછા સાત દિવસની રજા રાખવી જાઇએ. કારણ કે ત્રણ દિવસમાં વધારે ભાગદોડ થઇ જાય છે. કુદરતી ખુબસુરતી નિહાળવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં લઇને આગળ વધવુ જાઇએ. જા પરિવારના સભ્યો છે તો પહેલાથી જ તમામ પ્રકારની તૈયારી કરી લેવી જાઇએ. ખાસ કરીને ભોજન અને જુદા જુદા પ્રકારના વ†ોની તૈયારી રાખવી જાઇએ. મહાબલેશ્વર, શિલોંગ અને કોડઇકનાલને દુનિયાની સૌથી સારી અને ખુબસુરત જગ્યા પૈકી એક તરીકે ગણવામાં આવે છે. આવી Âસ્થતીમાં આ જગ્યાએ જઇને વરસાદની સિઝનમાં પણ મજા માણી શકાય છે. કુદરતી ખુબસુરતી મોનસુનની સિઝનમાં અહીં અનેક ગણી વધી જાય છે. જેના તરફ કોઇ પણ વ્યÂક્ત આકર્ષિત થઇ શકે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY