નર્મદા જિલ્લા પોલીસ વડાના સતત પ્રયાસોથી જિલ્લા ની સુરક્ષામાં વધારો

0
277

રાજપીપલા, તીલકવાડા, કેવડીયા ડેમ બાદ સેલંબા ગામ પણ તીસરી આંખની નજરમાં

સેલંબા ગામને ડેડીયાપાડા ધારાસભ્યની ગ્રાંટમાંથી CCTV થી સજ્જ કરાશે.

સેલંબા ગામને ધારાસભ્ય મહેશ વસાવાની ગ્રાંટમાંથી ૬.૫૦ લાખની સહાયથી આ પ્રોજેકટ હાથ ધરાશે.

રાજપીપળા: રાજયનાં ગૃહ વિભાગનાં સીધા માર્ગદર્શનમાં પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાનાં માર્ગદર્શનમાં જીલ્લાનાં મહત્વનાં સ્થળોને CCTV હેઠળ આવરી લેવા માટે સતત પ્રયત્નશીલ છે.

 

રાજપીપલા શહેરને રાજપીપલા નગરપાલીકા અને સુરક્ષા સેતુ પ્રોજેકટનાા ૨૨.૫૦ લાખનાંાં ખર્ચે વિવિધ ૯ પોઇન્ટ પર ૩૧ CCTV કેમેરાથી સૌપ્રથમ આવરી લેવામાં આવેલ જે ગુનાખોરી ઉકેલવાની દીશામાં ઘણા મદદરૂપ થયા છે. બાદમાં સુરક્ષાની દ્રષ્ટીએ અત્યંત સંવેદનશીલ એવા નર્મદા ડેમ પર નર્મદા નિગમની કરોડોની સહાયથી ૪૪ પોઇન્ટ પર ૯૭ કેમેરા લગાવવાનો પ્રોજેકટ આઇ.ટી. કમીટી દ્વારા મંજુર કરવામાં આવેલ છે અને ટુંક જ સમયમાં એ દિશામાં કાર્યવાહી હાથ ધરાશે. તો તીલકવાડા ગામને પણ છોટાઉદેપુર સાંસદ રામસિંગભાઇ રાઠવાની ૭ લાખ તેમજ સુરક્ષા સેતુ પ્રોજેકટની સહાયથી કુલ રૂ. ૧૦ લાખનાં ખર્ચે CCTVથી સજ્જ કરવાની કામગીરીની પણ હવે શરૂઆત થનાર છે.

હવે પોલીસ અધિક્ષક મહેંન્દ્ર બગડીયાનાં માર્ગદર્શનમાં અને નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારનાં સક્રીય પ્રયત્નો બાદ જીલ્લાનાં મહત્વનાં વેપારી મથક અને ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરનાં ગામોનાં લોકો માટે મહત્વનું ગામ સેલંબાને પણ હવે CCTVની સુવિધાથી સજ્જ કરાશે. આ માટે ડેડીયાપાડા ધારાસભ્ય શ્રી મહેશભાઇ વસાવાની રૂ. ૬.૫૦ લાખની ગ્રાંટમાંથી આ પ્રોજેકટ આકાર લેશે.

આ તમામ જગ્યા પર CCTV કાર્યરત થયા બાદ પણ જીલ્લાનાં અન્ય મહત્વનાં સ્થળોને પણ CCTV થી આવરી લેવા માટે જીલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ છોટાઉદેપુર સાંસદ રામસિંગભાઇ રાઠવા ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઇ વસાવા, કલેક્ટર નર્મદા અને રાજપીપલા નગરપાલીકાનો આભાર વ્યક્ત કર્યો હતો કેમકે એમનેજ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે સાથ સહકાર આપ્યો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY