સેમસંગ નોઇડામાં ખોલશે દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેકટરી

0
98

૭૦ હજાર લોકોને રોજગાર મળશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પીએમ : મૂન જેઇ આજે સેકટર ૮૧માં આ ફેકટરીનું ઉદ્ઘાટન કરશે

 

 સેમસંગ કંપની દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેકટરી નોએડામાં ખોલવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પીએમ મૂન જેઈ આજે સેકટર ૮૧માં આ ફેકટરીનું  ઉદ્ઘાટન કરશે. આ સાથે જ નોએડાનું નામ મોબાઈલ બનાવનાર શહેરોના નકશામાં સૌથી ઉપર આવી જશે. ચીન અને અમેરિકાના શહેર તેનાથી ઘણા પાછળ રહી જશે. ૩૫ એકડમાં  ફેલાયેલી સેમસંગ ફેકટરીથી ૭૦ હજાર લોકોને રોજગાર મળશે. સેમસંગની નવી ફેકટરી તેના ૧૯૯૭માં બનાવેલ પ્લાન્ટના નજીકમાં છે. ગત વર્ષના જૂનમાં કંપનીએ ૪૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. હવે કંપનીનું ઉત્પાદન બે ઘણું થઈ જશે. સેમસંગ કંપની વર્તમાનમાં ૬.૭૦ કરોડ ફોન ભારતમાં બનાવી રહી છે, અને નવો પ્લાંટ શરૂ થતાં તેના ઉત્પાદનની ક્ષમતા વધીને ૧૨ કરોડ વાર્ષીક ફોન થઈ જશે. નવો પ્લાંટ શરૂ થતાં મોબાઈલની સાથે જ રેફ્રિજરેટર અને ફલેટ પેનલ ટીવીના ઉત્પાદનની ક્ષમતા પણ વધી જશે, અને એના દ્વારા કંપની આ ક્ષેત્રોમાં પોતાની પકડ મજબૂત કરશે. ભારતમાં સેમસંગના બે પ્લાંટ નોએડા અને તામિલનાડુમાં શ્રીપેરૂમ્બુદુર છે. આ સિવાય નોએડામાં એક ડિઝાઈન સેંટર અને પાંચ રિસર્ચ અને ડેવલપમેંટ સેંટર છે. આમાં લગભગ ૭૦ હજાર લોકો કામ કરે છે. કંપનીની દોઢ લાખ જેટલી રિટેલ દુકાનો પણ છે. સેમસંગે ૧૯૯૬માં નોએડા પ્લાંટનું નિર્માણ કર્યું  હતું અને એક જ વર્ષમાં અહીં તેમણે પહેલુ ટીવી બનાવ્યું હતું. ૨૦૦૩માં રેફ્રિજરેટરનું ઉત્પાદન પણ શરૂ કર્યું હતું. કંપનીએ ૨૦૦૭માં અહીં મોબાઈલ બનાવવાનું શરૂ કર્યું. અગામી પાંચ વર્ષમાં કંપની દેશની નંબર વન મોબાઈલ કંપની બની ગઈ. સેમસંગ વર્તમાનમાં પોતાનું ૧૦ ટકા ઉત્પાદન ભારતમાં કરે છે, અને અગામી ૩ વર્ષમાં આ આંકડાને ૫૦ ટકા પર લઈ જવાનો પ્લાન છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના એસોસિએટ ડાયરેકટર તરૂણ પાઠકનું કહેવું છે કે, નવા પ્લાન્ટથી સેમસંગને માર્કેટ સુધી પહોંચાડવામાં ઓછો સમય લાગશે. સાથે તે સાર્ક દેશોમાં પોતાના નિકાસને પણ વધારશે. આઈડીસીના સિનીયર માર્કેટ એનાલિસિસ જયપાલસિંહના જણાવ્યા અનુસાર, સેમસંગ માટે ભારત ટોપ પાંચ સ્માર્ટફોન બજારમાં શામેલ છે. અમેરિકન બજાર સ્થિર થઈ ગયું છે, અને કોરિયા તથા બ્રાઝિલમાં પણ વધારો નથી થઈ રહ્યો. તમામ પ્રકારના ક્ષેત્ર માટે ભારત સૌથી મોટો મોકો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY