નવીદિલ્હી, તા. ૯
નિર્ભયા કાંડના ચાર અપરાધી પૈકી ત્રણ દોષિતોની ફાંસીની સજાની સામે દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધા બાદ આ ચુકાદાને લઇને નિર્ભયાના માતા-પિતાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સુનાવણી દરમિયાન નિર્ભયાના માતા અને પિતા બંને કોર્ટ રુમમાં ઉપÂસ્થત રહ્યા હતા. ચુકાદો આવ્યા બાદ આ બંનેએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેઓ અપરાધીઓને ફાંસીના માંચડા ઉપર જાવા માટે ઇચ્છુક છે. ચુકાદા અંગે સંતોષ વ્યક્ત કરતા નિર્ભયાના પિતા બદ્રીનાથસિંહે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. છ વર્ષથી અમે એ દિવસની રાહ જાઈ રહ્યા છીએ જ્યારે પુત્રીના અપરાધીઓને ફાંસી ઉપર લટકાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, અમે શરૂઆતથી જ જાણતા હતા કે, રિવ્યુ પિટિશનને ફગાવી દેવામાં આવશે પરંતુ હવે શું થશે. ખુબ સમય પસાર થઇ ચુક્યો છે. મહિલાઓની સામે હજુ ખતરો છે. ટુંકા ગાળામાં જ અપરાધીઓને ફાંસી થવી જાઇએ. અન્ય મહિલાઓની સુરક્ષા થાય તે માટે વહેલીમાં વહેલી ફાંસી અપરાધીઓને થવી જાઇએ. નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું હતું કે, તેમની પુત્રી સાથે જે બર્બરતા થઇ હતી તેનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આવા અપરાધીઓ સાથે કોઇપણ પ્રકારની દયા રાખવી યોગ્ય નથી. અમે સમગ્ર પરિવારના લોકો અને નિર્ભયા માટે સંઘર્ષ કરનાર તરફથી સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





