એફિલ ટાવરને જાવા ૮૦ મિલિયન લોકો આવે છે જ્યારે તાજમહેલને જાવા મિલિયન
ન્યુ દિલ્હી,તા.૧૧
સુપ્રીમ કોર્ટે તાજ મહેલને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ કે, તાજને સંરક્ષણ આપો અથવા બંધ કરો કે ધ્વંસ કરી દો. સુપ્રીમ કોર્ટે કહ્યુકે, એફિલ ટાવરને જાવા ૮૦ મિલિયન લોકો આવે છે, જ્યારે તાજ મહેલને જાવા મિલિયન.
કોર્ટે કહ્યુ તમે તાજ મહેલને લઇને ગંભીર નથી અને ના તો તમને તેની પરવા છે. આપણો તાજ વધારે સુંદર છે અને તમે પ્રવાસીઓને લઇને ગંભીર નથી. આ દેશનું નુંકસાન છે, તાજ મહેલને લઇને ઘોર ઉદાસીનતા છે.
સુપ્રીમે કહ્યુ કે, જા ધ્યાન રાખવામાં આવ્યું હોત તો વિદેશી હૂંડિયામણની મુશ્કેલી દુર થઇ શકી હોત. સુપ્રીમે ફરી સવાલ ઉભો કર્યો કે, TTZ (તાજ ટ્રેપેજિયમ ઝોન) એરિયામાં ઉદ્યોગ લગાવવા માટે લોકો અરજી કરી રહ્યાં છે અને તેમની અરજીઓ પર વિચાર થઇ રહ્યાં છે. આ આદેશોનું ઉલ્લંઘન છે.
સુપ્રીમે પોતાના આદેશમાં કહ્યુ કે TTZએ કેટલાક નવી ફેક્ટરીઓની અરજી પર વિચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે TTZના ચેરમેનને નોટીસ મોકલી છે. TTZના પ્રમુખને સુપ્રીમ કોર્ટેમાં હાજર કર્યા. જ્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે, ર્સ્ંઈહ્લએ એક કમિટિનું ગઠન કર્યું છે, જે તે બાબત જાશે કે તાજ મહેલ કેટલો અને ક્યા કારણોથી પ્રદુષિત થયો છે.
કેન્દ્રએ તેમ પણ કહ્યુ છે કે, તાજ મહેલ આસપાસના વિસ્તારોમાં પ્રદુષણને લઇને અવલોકન કરશે. કમિટિનો રિપોર્ટ ૪ મહિનાની અંદર આવી જશે જે બાદ તે નક્કી કરવામાં આવશે કે શું કોઇ વિદેશી એક્સપર્ટને કમિટિમાં સામેલ કરવાની જરૂર છે કે નહી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





