ટ્રેનમાં બીમાર પડવાનું પાંચ ગણું મોંઘુ: ૨૦ના બદલે ૧૦૦ રૂ. વસૂલાશે

0
20

ન્યુ દિલ્હી,તા.૧૧
રેલવેએ ટ્રેનમાં ડોકટરની ફી પાંચ ગણી વધારી દીધી છે. ટ્રેનમાં તબિયત ખરાબ થઇ અને ડોકટરને બોલાવાયા તો હવે પાંચ ગણો વધુ ચાર્જ ચૂકવવો પડશે. પહેલાં આ ફી રૂ.ર૦ હતી. હવે તે વધારીને રૂ.૧૦૦ કરી દેવામાં આવી છે.
રેલવે બોર્ડે આ ફીમાં વધારો કર્યો છે. અત્યાર સુધી ડોકટર દ્વારા દર્દીને જાયા બાદ પણ આ મામૂલી ફીની માગણી રેલવે કરતું ન હતું. તેથી યાત્રીઓને એવું લાગતું હતું કે રેલવે ફ્રીમાં તેમને ડોકટરની સુવિધા આપે છે. રેલવે બોર્ડે વર્ષો પહેલાં આ મેડિકલ ફી રૂ.ર૦ લેવાનું નક્કી કર્યું હતું. અત્યાર સુધી આ દર લાગુ થતો હતો.
ગઇ કાલે તેમાં વધારો કરતાં રેલવે બોર્ડના ટ્રાન્સફોર્મેશન એક્ઝિકયુટિવ ડિરેકટર રાજેશ ગુપ્તાએ તમામ મેનેજરોને આ આદેશ જારી કરી દીધા છે. ટ્રેનમાં સફર દરમિયાન ઘણીવાર મુસાફરોની તબિયત ખરાબ થતી હોય છે. ઘણી વખત નક્કી કરેલા સમય પર ઇલાજ ન મળતાં યાત્રીઓ મૃત્યુ પણ પામે છે.
ત્યાર બાદ રેલવેમાં સ્થાયી રીતે મેડિકલ સુવિધાની માગણી ઊઠતી રહી છે, પરંતુ રેલવેએ આ તરફ ધ્યાન આપવા અને મેડિકલ સુવિધા વધારવાના બદલે ફીમાં પાંચ ગણો વધારો કર્યો છે.
યાત્રીઓ અને રેલવે ઉપયોગકર્તા સલાહકાર સમિતિના સભ્ય આ ફી વધારાથી નારાજ છે. તેઓ કહી રહ્યા છે કે ટ્રેનમાં ઇલાજની સુવિધા વધારવાની માગણી કરાઇ હતી. તેના બદલે ફીમાં વધારો કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY