અમદાવાદ,તા.૧૧
શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાના મામલે હંમેશાં વિવાદોમાં રહી છે. જેલમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જેલ તંત્ર સુરક્ષાને લઇ પૂરતું ધ્યાન આપી રહ્યુ છે તે છતાંય પણ અનેક વખત જેલની સુરક્ષાને લઇ સવાલ ઊભા થયા છે.
હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા પાકાકામના કેદી પર સાબરમતી સેન્ટ્રલ જેલના છોટા ચક્કરમાં બે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે સગાભાઇઓએ તૂટેલી ખુરસીના લાકડાના પાયા વડે હુમલો કરતાં જેલની સુરક્ષામાં વધુ એક વખત છીંડાં જાવા મળ્યાં છે. છોટા ચક્કર બેરેકમાં લાકડાનો પાયો કેવી રીતે પહોંચ્યો તે મામલે પણ જેલ સત્તાધીશોએ તપાસ શરૂ કરી છે.
અમદાવાદની હાઇ સિક્યોરિટી ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષામાં વધુ એક વખત છીંડાં જાવા મળ્યાં છે. સોમવારે મોડી રાતે જેલના છોટા ચક્કર બેરેકમાં હત્યા કેસમાં સજા પામેલા એક કેદી પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામમાં રહેતો મેહુલ ઉર્ફે કાળુ જગદીશભાઇ નાયક સાત વર્ષથી એક હત્યા કેસમાં જેલમાં બંધ છે.
સોમવારની રાતે મેહુલ તેની પથારીમાં સૂઇ રહ્યો હતો ત્યારે તેની જ બેરેકમાં રહેતા બડે અને તેના ભાઇ મકોડીએ એકાએક મેહુલ પર લાકડાના પાયા વડે હુમલો કરી દીધો હતો. બન્ને ભાઇઓ મળીને મેહુલ પર તૂટી પડ્યા હતા અને મૂઢમાર તેમજ લાકડા વડે ફટકા માર્યા હતા.
બેરેકમાં કોઇ એવી ચીજવસ્તુ હોતી નથી, જે હુમલા માટે વપરાય ત્યારે બેરેકમાં લાકડાનો પાયો કેવી રીતે પહોંચ્યો તે મામલે તપાસ કરવામાં આવશે. જા જેલનો કોઇ સિપાઇ આ મામલામાં સંડોવાયેલો હશે તો તેની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





