છેડતીખોરો સાવધાન..હવે ઇ-રિક્ષામાં પેટ્રોલિંગ કરાશે

0
6

વડોદરા,તા.૧૧
વડોદરા પોલીસે યુનિવર્સિટી કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં રોમિયો પર તવાઇ લાવવા માટે ઇ-રિક્ષામાં પેટ્રોલિંગનો નવતર પ્રયોગ કર્યો છે. સયાજીગંજ પોલીસને એક સ્પોન્સર દ્વારા મળેલી બેટરી સંચાલિત ખુલ્લી રિક્ષામાં આજથી પોલીસ કમિશનરના હસ્તે પેટ્રોલિંગ શરૃ કરાયું છે.
પાંચ કર્મીઓ બેસી શકે તેવી રિક્ષા એમ એસ યુનિવર્સિટી કેમ્પસ,ગર્લ્સ કોલેજ અને કમાટીબાગમાં સવારે ૮ થી રાત્રે ૧૦ સુધી ફરશે.આ રિક્ષામાં કેમેરા પણ ફીટ કરવામાં આવનાર હોવાનું સયાજીગંજ પીઆઇ એચ બી વોરાએ કહ્યુ હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY