ન્યુ દિલ્હી,તા.૧૨
રાજધાની દિલ્હીની પ્રાઇવેટ ગર્લ્સ સ્કૂલ દ્વારા ૫૯ બાળકીઓને બંધક બનાવવાનો મામલો વેગ પકડી રહ્યો છે. સ્કૂલની આ હરકત પછી દિલ્હી સરકારે કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. આ મામલે એફઆઈઆર પણ નોંધાઈ ચુકી છે. જ્યાં ગુરુવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ રાબિયા સ્કૂલ પહોંચ્યા હતા જ્યાં તેમને સ્કૂલ પ્રિન્સિપાલ અને હાજર રહેલા પરિજનો સાથે વાતચીત કરી. આપણે જણાવી દઈએ કે બાળકીઓને બંધક બનાવવા માટે પરિજનોમાં ભારે રોષ છે અને તેનો સ્કૂલ વિરુદ્ધ સખત પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને સ્કૂલ પ્રિન્સિપાલ ફરાહ દીબા સાથે વાત કરી છે અને તેમને સૂચના આપી છે કે આવી ઘટના ભવિષ્યમાં ના થાય. તેમને જણાવ્યું કે તેમને પરિજનો સાથે પણ વાત કરી છે. આખા મામલે જે લોકો દોષી હશે તેમની સામે સખત પગલાં લેવામાં આવશે. આખા મામલે જાંચ કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





