ન્યુ દિલ્હી,તા.૧૯
લોકસભામાં શુક્રવારના રોજ મોદી સરકારનો પહેલો ટેસ્ટ છે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર જોરદાર ચર્ચાની આશા છે. વર્ષ ૨૦૦૩ બાદ પહેલી વખત કેન્દ્ર સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. આશા છે કે સરકાર આ ટેસ્ટમાં પાસ થશે. પરંતુ આની પહેલાં બંને બાજુ જારશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગુરૂવાર સવારે જ્યાં સોનિયા ગાંધીના ઘરે કાંગ્રેસ પાર્લામેન્ટ્રી પાર્ટી (CPP)ની બેઠક મળી, ત્યાં પીએમ મોદીએ પણ મંત્રીઓ સાથે મુલાકાત કરી છે. શુક્રવારે જ્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે ત્યારે સાબિત થશે કે પક્ષ કે વિપક્ષની જીત થઈ છે. પરંતુ બંન્ને બાજુ અગ્નિ પરીક્ષા તો થવાની જ છે. એક બાજુ ભાજપ એટલે એનડીએ પોતાના સાથીઓને પણ ચકાસશે કે કોણ પોતાની બાજુમાં છે અને વિપક્ષના પક્ષમાં છે તો બીજી બાજુ વિપક્ષની પણ અગ્નિપરીક્ષા થશે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર કોણ તેમને સમર્થન આપે છે.
તમને જણાવી દઇએ કે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વિપક્ષ દ્વારા સરકાર વિરૂદ્ધ રજૂ કરેલ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને મંજૂર કરી દીધેલ છે. મોદી સરકારનાં વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શુક્રવારનાં રોજ થશે તથા તે જ દિવસે આ મામલે મતદાન પણ થશે. તામિલનાડુના મુખ્યમંત્રી પલાની સમીએ કહ્યુ કે, એઆઇએડીએમકે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે નહિ. પક્ષનું માનવું છે કે, કાવેરી મુદ્દા પર કોઇએ સાથ નથી તેથી આ નિર્ણય લેવાયો છે. બીજી બાજુ ડીએમકે અને ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળએ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કર્યું. બીજેડીએ તેના સાંસદોને વ્હીપ જાહેર કરીને સંસદમાં હાજર રહેવાનું કહ્યુ છે.
લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ભોજનાવકાશ બાદ સદનને સૂચિત કર્યું કે તેલુગુદેશં પાર્ટીનાં સભ્યનાં શ્રીનિવાસનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારનાં ૨૦ જુલાઇનાં રોજ ચર્ચા કરવામાં આવશે. તેઓએ કહ્યુ કે, તે દિવસે પ્રશ્નકાળ નહીં હોય અને ના તો સભ્યોનાં ખાનગી વિધેયકો પર ચર્ચા થશે. તે જ દિવસે ચર્ચા બાદ પ્રસ્તાવ પ્રસ્તાવ પર મતદાન પણ થશે.
મોદી સરકાર કેટલી સફળ રહી કે ક્યાં નિષ્ફળ રહી તેનું સરવૈયું તો ૨૦૧૯માં આવી જશે. પરંતુ જનતાની પરીક્ષાના ૧૧ માસ પહેલાં શુક્રવારે મોદી સરકારને ૪ વર્ષના શાસનકાળમાં પહેલી વખત અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષ સરકાર વિરૂદ્ધ વાતાવરણ બનાવવાની કોઈ તક છોડવા નથી માંગતું.
તો બીજી તરફ સરકારે પણ પોતાનું વલણ બદલાવ્યું છે અને બહુમત હોવા છતાં ભાજપ ડરી ગઈ તેવો મોકો કોઈને આપવા તૈયાર નથી. તેથી જ સરકારે સ્પષ્ટ કહ્યુ છે કે તેઓ આ પ્રસ્તાવ પર ચર્ચા માટે તૈયાર છે.
આ ઉપરાંત NDAના સાથી પક્ષો ઉપરાંત વિપક્ષનું વલણ પણ મહત્વપૂર્ણ થશે કે જેઓએ હજુ સુધી કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી કરી.
ભાજપના મેનેજરોનું કહેવું છે કે મોદી સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ એકદમ સરળતાથી પડી જશે. કારણ કે ગૃહમાં એનડીએની પાસે ૩૧૫ સાંસદ (સ્પીકર સહિત) છે. આપને જણાવી દઇએ કે ૫૩૫ સભ્યોમાંથી બહુમતીનો આંકડો ૨૬૮ છે. ભાજપની પાસે બે નામિત સભ્યોને સામેલ કરતા ગૃહમાં ૨૭૩ સભ્ય છે. જો કે એનડીએના અંતિમ નંબરમાં થોડીક વધ-ઘટ થઇ શકે છે કારણ કે કેટલાંક ભાજપના સાંસદ અસંતુષ્ટ છે જ્યારે કેટલાંક બીમાર તો વિદેશમાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




