સિરામિક કંપનીની દીવાલ ધસી પડતાં એકનું મોત, બે ગંભીર

0
14

મહેસાણા,તા.૧૩
મહેસાણા તાલુકાના બલોલ અને મીઠા ગામ વચ્ચે આવેલી એક સિરામિક કંપનીની દીવાલ અચાનક જ ધસી પડતાં ત્રણ કામદારો દીવાલના કાટમાળ નીચે દટાઇ ગયા હતા. જેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બેને ગંભીર ઇજા થઇ હતી. સદ્દનસીબે આ ઘટનામાં અન્ય કામદારોનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત છે કે, બલોલ અને મીઠા ગામ વચ્ચે આવેલ ગોલ્ફ સિરામિક કંપનીમાં સવારે કામદારો કામકાજ કરી રહ્યા હતા ત્યારે કંપનીની ૧૦ ફુટ ઊંચી દીવાલ અચાનક ધરાશયી થતાં કામદારોએ નાસભાગ કરી મૂકતા વાતાવરણમાં દહેશત ફેલાઇ હતી.
દીવાલના કાટમાળ નીચે દટાઇ ગયેલા ત્રણ પૈકી ભવાનજી નામના કામદારનું મોત થયું હતું જ્યારે બે કામદારોને ગંભીર ઇજા પહોંચી હતી. અન્ય કામદારો સમયસૂચકતા વાપરી ખસી જતા તમામનો આબાદ બચાવ થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY