રસ્તે ચાલતી કાર પાણીમાં ગરકાવ, સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને બે લોકોને બચાવ્યા

0
216

વડોદરા,તા.૧૩
વડોદરા શહેર નજીક બીલ ગામ પાસે રસ્તે જતી કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેથી કારમાં બેઠેલા બે લોકો પાણીમાં ફસાઇ ગયા હતા. તુરંત જ ત્યાં ઉભેલા સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા નજીક બીલ-સોખડા ખુર્દ રોડ પર કારમાં બે લોકો રહ્યા હતા. આ સમયે કારચાલકે અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેથી કારમાં બેઠેલા લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી તુરંત જ આસપાસના લોકો એકત્રિત થઇ ગયા હતા. અને કારમાં ફસાયેલા એક પુરૂષ અને મહિલાને બચાવીને બહાર કાઢ્યા હતા. લોકોએ બચાવ્યા બાદ મહિલા અને પુરૂષ ત્યાંથી નીકળી ગયા હતા. સ્થાનિક લોકોએ પાણીમાંથી કાર બહાર કાઢી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY