દબાણ માટે જવાબદાર દુકાનદારોનો ઓન સાઈટ પાર્કિંગ પ્રોજેક્ટનો વિરોધ

0
109
ચૌટા બજારમાં પાર્કિંગ પોલીસી માટે વેપારીઓ તૈયાર નથી

દુકાન બહાર ટેબલ મુકાવી ૧૦થી ૨૦ હજાર ભાડું વસુલતાં દુકાનદારો અન્ય ગલીઓમાં ગાડીઓ પાર્ક કરે છે તેની સામે સ્થાનિકોનો વિરોધ

સુરતના ચૌટા બજારમાં ઓન સાઈટ પાર્કિંગ પોલીસી સામે દુકાનદારો વિરોધ માટે બહાર આવ્યા છે. ગેરકાયદે દબાણ માટે જવાબદાર દુકાનદારો હવે પાર્કિંગ પોલીસીનો વિરોધ કરી રહ્યાં છે. તો બીજી તરફ દુકાનદારો દુકાન બહાર દબાણ કરાવી ભાડુ વસુલે અને વાહનો અન્ય ગલીઓમાં પાર્ક કરી આવે તેની સામે સ્થાનિકોનો વિરોધ છે. સ્થાનિકો ટ્રાફિક અને દબાણની સમસ્યા દુર કરવા પાર્કિંગ પોલીસીની તરફેણ કરે છે તો દબાણ માટે જવાબદાર વેપારીઓ પાર્કિંગનો વિરોધ કરી રહ્યાં છે. સુરતના દબાણ માટે કુખ્યાત ચૌટા બજારમાં મ્યુનિ. તંત્રએ ત્રણ રૃટ ર ૪૫૦ ટુ વ્હીલર પાર્ક થઈ શકે તે માટેની ઓન સાઈટ પાર્કિંગ પોલીસી જાહેર કરી કામગીરી માટે આગળ વધી રહી છે. મ્યુનિ. તંત્રની આ જાહેરાત બાદ આજે વેપારીઓએ ભેગા થઈને પાર્કિંગ પોલીસીનો વિરોધ કર્યો હતો. જે વેપારીઓ વિરોધ કરે છે તેઓની એક પણ દુકાન આગળ વાહન પાર્ક થઈ શકે તેટલી જગ્યા પણ દબાણના કારણે નથી. મ્યુનિ. તંત્ર આ દબાણ હટાવવા માટે પાર્કિંગ પોલીસીનો અમલ કરી રહી છે તેને સ્થાનિકો સમર્થન કરી રહ્યાં છે. સ્થાનિકોનો આક્રોશ છે કે વેપારીઓ પોતાની દુકાન બહાર દબાણ કરાવીને મહિને ૧૦થી ૨૦ હજાર રૃપિયાનું તગડું ભાડું વસુલે છે. ઉપરાંત પોતાના અને ગ્રાહકોના વાહનો આસપાસની ગલીઓમાં પાર્ક કરતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પોલીસ અને પાલિકા સાથે ચૌટા બજારના દબાણ માટે વેપારીઓ મ્યુનિ. તંત્રનો રોડ ભાડે આપે તે મોટું દુષણ છે. મ્યુનિ. તંત્રનો રોડ વેપારીઓ ભાડે આપી તગડું ભાડું વસુલતા હોવાથી મ્યુનિ.એ ટ્રાફિકની સમસ્યા અને દબાણની સમસ્યા દુર કરવા માટે કવાયત શરૃ કરી છે તેનો વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. આ વેપારીઓ આજે વિરોધ કરવા બહાર આવ્યા હતા ત્યારે પણ ચૌટા બજારના દબાણ યથાવત જ જોવા ણળ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY