આજે ભગવાન જગન્નાથની રથયાત્રા, બંદોબસ્તમાં ૨૪૦૦ પોલીસનો કાફલો

0
120

– ઇસ્કોનની રથયાત્રા બપોરે ૩ વાગ્યે રેલવે સ્ટેશનેથી નીકળશે

સીસીટીવી કેમેરાથી વોચ રખાશે

૫૦ હજારથી વધુ ભક્તો જોડાશે

સુરત સિટીમાં દરવર્ષે શહેરના અલગ અલગ સ્થળેથી અષાઢી બીજના રોજ પાંચ રથયાત્રાનું આયોજન થાય છે. રથયાત્રા નિમિત્તે ૨૪૦૦થી વધુ પોલીસ કાફલો બંદોબસ્ત માટે તહેનાત કરાયો છે. સીસીટીવી કેમેરા મારફત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમમાંથી ઓબ્ઝર્વેશન કરાશે. ઇન્કોન મંદિરની મોટી રથયાત્રા રેલવે સ્ટેશનેથી બપોરે ત્રણ વાગ્યે પ્રસ્થાન કરશે. સુરતમાં કનકપુર કનસાડ, મહિધરપુરા ડોઢીયા બાવાની, અમરોલીમાં લંકાવિજય હનુમાન મંદિર, પાંડેસરામાં જગન્નાથ મહાપ્રભુ મંદિર અને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા યોજાય છે. રથાયાત્રામાં અંદાજે ૫૦ હજારથી વધુ ભાવિકો જોડાશે. ઇન્કોનની મોટી રથયાત્રા સુરત રેલવે સ્ટેશનેથી નીકળશે. આ રથયાત્રાના રૃટ પર આજે શહેર પોલીસ દ્વારા રીહર્સલ કરાયું હતું. રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી પી.આઇ કક્ષાના અધિકારીઓ, મહિલા પોલીસ, ટીઆરબી જવાનોનો બંદોબસ્ત ગોઠવી ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમીક્ષા થઇ હતી. બંદોબસ્તમાં ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ પણ જોડાશે. આજે પોલીસ તેમજ ટીઆરબી જવાનોના રૃટ-પોઇન્ટ નક્કી કરાયા હતા. બંદોબસ્તમાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને પીસીબી શાખાના સ્ટાફને પણ જોતરાયો છે. ઇસ્કોનની રથયાત્રા સ્ટેશનથી રીંગરોડ પર ટેક્સટાઇલ માર્કેટ, ઉધના દરવાજા, અડાજણ, રાંદેર થઇ જહાંગીરપુરા સ્થિત નિજ મંદિરે પહોંચશે. રથયાત્રા દરમિયાન ગેસ સર્કલ પાસે ટ્રાફિક ડાયવર્ઝન રથયાત્રા અઠવાગેટ સરદાર બ્રિજ ઉપરથી પસાર થાય ત્યારે ટ્રાફિક સમસ્યા નહી સર્જાય તે માટે ટ્રાફિક પોલીસે ડાયવર્ઝન આપ્યું છે. શનિવારે સાંજે પાંચ વાગ્યાથી રથયાત્રા પસાર થઇ જાય ત્યાં સુધી ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ સર્કલ તરફ આવતા વાહનચાલકોએ સરદાર બ્રિજની નીચે અમુલ પાર્લરથી સ્વામીનારાયણ મંદિર થઇ વિવેકાનંદ બ્રિજ પર જવા સુચના અપાઇ છે. ઉપરાંત જે જગ્યા પર ભક્તોની ભીડ વધશે ત્યાં પણ પોલીસ ટ્રાફિક ડાયવર્ટ કરશે. બંદોબસ્તમાં કેટલો પોલીસ કાફલો જો. પોલીસ કમિશ્નર ૨ ડીસીપી ૨ એસીપી ૬ પી.આઇ ૩૧ પી.એસ.આઇ ૯૯ પોલીસ જવાન ૧૨૩૫ મહિલા પોલીસ જવાન ૭૦ ટ્રાફિક બ્રિગેડ જવાન ૯૨૦ એસ.આર.પી. કંપની ૧ રીવીઝીટ વાહન ૧૧ વાહન ઉઠાવતી ક્રેઇન ૧૪

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY