ન્યુ દિલ્હી,તા.૧૪
વિદેશ મંત્રાલયના એકાઉન્ટ વિભાગમાં ૯૨ લાખ રૃપિયાના ગોટાળાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જીપીએફ ખાતામાંથી રકમ દિલ્હી ઉપરાંત ગૌહાટી અને બરેલીના લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલામાં સીબીઆઈએ વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને અન્ય વિરુદ્ધ ગોટાળા, આઈટી એક્ટ અને ભ્રષ્ટાચારની કલમ હેઠળ કેસ નોંધ્યો છે. જનપથ સ્થિત જવાહરલાલ નહેરુ ભવનમાં વિદેશ મંત્રાલયના એકાઉન્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ સીબીઆઈ હેડક્વાર્ટરમાં ભ્રષ્ટાચાર વિરોધી શાખાને બે દિવસ પહેલાં ફરિયાદ કરી હતી કે ઓગસ્ટ ૨૦૧૭થી લઈને ફેબ્રુઆરી ૨૦૧૮ વચ્ચે એકાઉન્ટ વિભાગમાં જીપીએફ ખાતામાંથી લાખો રૃપિયાના ગોટાળા થયા છે.
એકાઉન્ટ વિભાગ કાયર્લિયના પ્રમુખ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એ વાત સામે આવી છે કે અંકિત શમર્નામના જીપીએફ હોલ્ડરના ખાતામાંથી ૨૫ લાખ બીજા ખાતામાં મોકલવામાં આવ્યા છે. તેમાં સફદરગંજ એન્કલેવના સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયાનો ઉપયોગ થયો છે.
બીજા મામલામાં અનુજસિંહ ટોકસના ખાતામાંથી ૨૫ લાખ પિયા રાશિદ અલી નામના વ્યક્તિના ખાતામાં મોકલવામાં આવ્યા છે અને તેમાં કેનેરા બેન્ક બરેલીનો ઉપયોગ થયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"







